India-West Indies series : વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં પરાજય પછી પસંદગી સમિતિએ ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દીધા છે. પૂજારાના સ્થાને મુંબઈના 21 વર્ષીય યશસ્વી જયસ્વાલની પસંદગી કરી છે. જ્યારે રુતુરાજ ગાયકવાડને મધ્યમ ક્રમના ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે.
ફાસ્ટ બોલરોમાં ઉમેશ યાદવને પડતો મુકવામાં આવ્યો છે અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. આ બન્નેના સ્થાને મુકેશ કુમાર અને નવદીપ સૈનીને રોહિત શર્માની આગેવાની હેઠળની 16 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝની શ્રેણી 12 જુલાઈથી શરૂ થશે.
યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. વન-ડે ટીમમાં સંજુ સેમસન અને ઉમરાન મલિકની વાપસી થઇ છે. ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને મુકેશ કુમારને ટેસ્ટ અને વન-ડે બન્ને ટીમમાં પસંદગી થઇ છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો – વિરાટ કોહલી પછી નંબર 4 ના સ્થાન માટેની શોધ, શુભમન ગિલ નવા પોઝિશન પર કરશે બેટિંગ?
ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કેએસ ભરત (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ , મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની
ભારતની વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.