Suryakumar Yadav Express Adda : ઈન્ડિયન એક્સપ્રેસના ખાસ કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ભારતીય ટી-20 ક્રિકેટ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યો હતો. જ્યાં ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા અને ડેપ્યુટી એસોસિએટ એડિટર દેવેન્દ્ર પાંડે સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે એશિયા કપ 2025માં તેણે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય કોનો હતો અને કયા ભગવાનની પૂજા કરે છે.
પાકિસ્તાન સાથે હાથ ના મિલાવવાનો નિર્ણય દરેકનો હતો
એશિયા કપ 2025 દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન અને અન્ય ખેલાડીઓએ પાકિસ્તાનની અવગણના કરતાં તે ટીમના કોઈ પણ ખેલાડી સાથે હાથ મિલાવ્યા ન હતા. આ વિશે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું આ બસ એક સ્ટેન્ડ હતું. જે મેં તે દિવસે લીધું હતું. સંયોગથી તે દિવસે મારો જન્મદિવસ પણ હતો અને તેથી મને લાગ્યું કે તે સારો દિવસ હતો.
ભારતીય ટી-20ના કેપ્ટને વધુમાં કહ્યું કે અમે સામૂહિક રીતે ડ્રેસિંગરુમમાં સ્ટેન્ડ લીધું હતુ. મને ખબર ન હતી કે હું તે ક્ષણે આ સ્ટેન્ડ લઈશ અને દેશ માટે સ્ટેન્ડ લેવામાં કંઈ ખોટું નથી. સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું કે મને સારો પ્રતિસાદ મળ્યો છે. પહેલા તો મેં સાંભળ્યું હતું કે લોકો પૂછતા હતા કે હજુ પણ આપણે શા માટે રમી રહ્યા છીએ. જોકે પછી મને કોઇ વસ્તુથી વધારે જન્મદિવસની શુભેચ્છાઓ મળી અને કોઈએ તેના વિશે વધુ વાત કરી નહીં.
આ પણ વાંચો – Express Adda: સૂર્યકુમાર યાદવે પત્નીનો નંબર કયા નામથી કર્યો છે સેવ, કર્યો ખુલાસો
સૂર્યકુમાર યાદવ હનુમાનજી ની પૂજા કરે છે
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેને હનુમાન ચાલીસા સાંભળવી ઘણી ગમે છે. મને દરરોજ સવારે સ્નાન કર્યા પછી તેને સાંભળવી ગમે છે. હું સવારે 10 કે 15 મિનિટ મારી જાત સાથે વિતાવું છું અને તેનાથી મને શાંતિ મળે છે. મારી માતા ખૂબ જ ધાર્મિક છે અને કહે છે કે હનુમાન જી ને પોતાની તાકાત યાદ અપાવવાની જરૂર હતી. તેથી જો તમે તેને સાંભળશો તો તમને પણ યાદ આવશે કે તમે શું કરી શકો છો. તેથી મેચના દિવસે હું તેને સાંભળતો રહું છું અને મને રિલેક્સ લાગે છે. તે મારો નિત્યક્રમ બની ગયો છે.