કારમી હાર બાદ ડ્રેસિંગ રૂમમાં જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો હતો રોહિત શર્મા, સ્પીચ પણ ન્હોતી આપી શક્યો

india t20 world cup rohit sharma : ડ્રેસિંગ રૂમમાં પણ ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહ્યો હતો. સાથે ખેલાડીઓએ એમને ચુપ કરાવ્યા હતા. પરંતુ સ્પીચ સુદ્ધા પણ આપી શક્યા ન્હોતા.

Written by Ankit Patel
Updated : November 12, 2022 12:27 IST
કારમી હાર બાદ ડ્રેસિંગ રૂમમાં જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો હતો રોહિત શર્મા, સ્પીચ પણ ન્હોતી આપી શક્યો
ડ્રેસિંગ રૂમમાં રડતા રોહિત શર્માની તસવીર

T20 World Cup 2022: ટી 20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં રડતા જોવાયા હતા. ધ ઇન્ડિયન એક્સસને મળેલી માહિતી પ્રમાણે ડ્રેસિંગ રૂમમાં પણ ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહ્યો હતો. સાથે ખેલાડીઓએ એમને ચુપ કરાવ્યા હતા. પરંતુ સ્પીચ સુદ્ધા પણ આપી શક્યા ન્હોતા.

ઇંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ ડ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ પણ રોહિત શર્માએ ટીમને સાથે વાત કરી હતી. ડ્રવિડે કહ્યું હતું કે ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. બધાને સખત મહેનત ઉપર ગર્વ છે. રોહિત શર્મા બોલી શક્તા ન્હોતા. તેમણે બધાને ધન્યવાદ આપ્યો હતો. તેમને પણ લાગ્યું હતું કે ટીમને છેલ્લા ત્રણ સપ્તાહમાં સારી ક્રિકેટ રમી હતી. ટીમના કેટલાક સભ્યોએ કહ્યું કે આ પહેલા પણ હાર બાદ રોહિતને આટલો ટૂટતા જોયો નથી.

ઓસ્ટ્રેલિયાથી પ્રસ્થાન પહેલા બેઠક યોજાઈ

ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી વિદાયની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો. દરેકને ભારત પાછા ફરતા અથવા ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જતા પહેલા એક નાની મીટીંગ માટે ભેગા થવાનું કહેવામાં આવ્યું હતું. ટીમ મેનેજમેન્ટે બે રિઝર્વ બોલર મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર સહિત તમામનો આભાર માન્યો, જેમણે નેટમાં સખત મહેનત કરી. બધાએ એકબીજાને આલિંગન આપ્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ