T20 World Cup 2022: ટી 20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં રડતા જોવાયા હતા. ધ ઇન્ડિયન એક્સસને મળેલી માહિતી પ્રમાણે ડ્રેસિંગ રૂમમાં પણ ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહ્યો હતો. સાથે ખેલાડીઓએ એમને ચુપ કરાવ્યા હતા. પરંતુ સ્પીચ સુદ્ધા પણ આપી શક્યા ન્હોતા.
ઇંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ ડ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ પણ રોહિત શર્માએ ટીમને સાથે વાત કરી હતી. ડ્રવિડે કહ્યું હતું કે ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. બધાને સખત મહેનત ઉપર ગર્વ છે. રોહિત શર્મા બોલી શક્તા ન્હોતા. તેમણે બધાને ધન્યવાદ આપ્યો હતો. તેમને પણ લાગ્યું હતું કે ટીમને છેલ્લા ત્રણ સપ્તાહમાં સારી ક્રિકેટ રમી હતી. ટીમના કેટલાક સભ્યોએ કહ્યું કે આ પહેલા પણ હાર બાદ રોહિતને આટલો ટૂટતા જોયો નથી.
ઓસ્ટ્રેલિયાથી પ્રસ્થાન પહેલા બેઠક યોજાઈ
ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી વિદાયની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો. દરેકને ભારત પાછા ફરતા અથવા ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જતા પહેલા એક નાની મીટીંગ માટે ભેગા થવાનું કહેવામાં આવ્યું હતું. ટીમ મેનેજમેન્ટે બે રિઝર્વ બોલર મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર સહિત તમામનો આભાર માન્યો, જેમણે નેટમાં સખત મહેનત કરી. બધાએ એકબીજાને આલિંગન આપ્યું.