Team India for South Africa tour 2023 : દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે, ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમશે. આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ, ODI અને T20 ટીમોની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે આ પ્રવાસ પર વન-ડે અને T20 ટીમનો ભાગ બની શકશે નહીં, તેથી તે આ બંને ફોર્મેટમાં ટીમનો ભાગ નથી.
રોહિત શર્મા ટેસ્ટ, સૂર્યકુમાર યાદવ ટી-20 અને કેએલ રાહુલ વન-ડે માં કેપ્ટનશિપ કરશે
રોહિત શર્મા ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે જ્યારે સૂર્યકુમાર યાદવ ટી-20 ની ટીમનું નેતૃત્વ કરશે જ્યારે વન-ડેમાં રોહિત શર્માની જગ્યાએ કે.એલ. રાહુલ કેપ્ટનશિપ કરશે. રોહિત શર્મા વન ડે અને ટી-20 ટીમનો ભાગ લેશે નહીં. રિંકુ સિંહને પહેલીવાર વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે ટી20 ટીમનો પણ ભાગ છે. રોહિત શર્માએ વન-ડે અને ટી-20 શ્રેણી માટે બ્રેક માગ્યો હતો અને પસંદગીકારોએ તેની આ માગને સ્વીકારી લીધી હતી. જોકે તે ટી-20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટન્સી સંભાળશે.
દીપક ચાહરની વન-ડે અને ટી-20 ટીમમાં વાપસી
ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહરે વન ડે અને ટી-20 ટીમમાં પુનરાગમન કર્યું છે, જ્યારે તિલક વર્મા વન ડે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. વનડે ટીમમાં નવા ચહેરા તરીકે સાઇ સુદર્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રજત પાટીદારને પણ આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંજુ સેમસનને પણ આ પ્રવાસ માટે પસંદગીકારોએ વન ડે ટીમમાં સામેલ કર્યો છે. યુઝવેન્દ્ર ચહલ વન-ડે ટીમમાં સ્થાન બનાવવામાં પણ સફળ રહ્યો છે પરંતુ તેને ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લેશે, જાણો કેવું રહેશે આ વખતે ફોર્મેટ
ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, કેએલ રાહુલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, રિષભ પંત, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
ભારતની વન-ડે ટીમ
ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર.
ભારતની ટી-20 ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઇશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.
ભારત-દક્ષિણ આફ્રિકા કાર્યક્રમ
પ્રથમ T20- 10 ડિસેમ્બર બીજી T20-12 ડિસેમ્બર ત્રીજી T20-14 ડિસેમ્બર
પ્રથમ ODI- 17 ડિસેમ્બર બીજી ODI- 19 ડિસેમ્બર ત્રીજી ODI- 21 ડિસેમ્બર
પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર બીજી ટેસ્ટ- 3-7 જાન્યુઆરી