IND vs AFG T20I: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરુવારથી ત્રણ ટી-20 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે પરંતુ આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મોહાલી ટી-20માં વિરાટ કોહલી ટીમનો ભાગ નહીં હોય. હેડ કોચ રાહુલ દ્રવિડે મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી હતી.
યશસ્વી રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરશે
આ દરમિયાન રાહુલ દ્રવિડે કહ્યું હતું કે કોહલીની ગેરહાજરીમાં યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે જ્યારે શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરશે. રાહુલ દ્રવિડે આ દરમિયાન કહ્યું હતું કે વિરાટ કોહલી અંગત કારણોસર અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી-20માં નહીં રમે. વિરાટ અને રોહિત છેલ્લા 14 મહિનાથી ભારત માટે કોઈ ટી-20 મેચ રમ્યા નથી. ટી-20 વર્લ્ડ કપ પહેલા બંને દિગ્ગજ ખેલાડીઓની ટીમમાં વાપસી બાદ આ પહેલી મેચ છે.
વર્લ્ડ કપની દ્રષ્ટિએ આ શ્રેણી મહત્વપૂર્ણ
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ અગાઉ ભારતની આખરી ટી-20 શ્રેણી છે. આ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં આયોજિત આઈસીસી ટૂર્નામેન્ટના આયોજન પહેલા એ સ્પષ્ટ થઈ જશે કે ટીમમાં કેટલો દમ છે. ભારતીય ટીમ 11 વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ
હાર્દિક અને સૂર્યા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર
હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ઓપનર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ પણ આંગળીમાં ફ્રેક્ચર થવાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. બીજી તરફ અફઘાનિસ્તાન તેમના સ્ટાર સ્પિનર રાશિદ ખાન વગર જ રમશે.
અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર.
ભારત-અફઘાનિસ્તાન ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટી-20 – 11 જાન્યુઆરી, મોહાલી ,સાંજે 7 વાગ્યેબીજી ટી-20 – 14 જાન્યુઆરી, ઇન્દોર, સાંજે 7 વાગ્યેત્રીજી ટી-20 – 17 જાન્યુઆરી, બેંગલુરું, સાંજે 7 વાગ્યે





