ભારત વિ અફઘાનિસ્તાન : શિવમ દુબેની અડધી સદી, પ્રથમ ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય

IND vs AFG 1st T20 : શિવમ દુબેના 40 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અણનમ 60 રન, ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, બીજી ટી 20 મેચ 14 જાન્યુઆરીએ રમાશે.

IND vs AFG 1st T20 : શિવમ દુબેના 40 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અણનમ 60 રન, ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, બીજી ટી 20 મેચ 14 જાન્યુઆરીએ રમાશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs AFG 1st T20 | india vs afghanistan

ભારત વિ. અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી-20

IND vs AFG 1st T20 : બોલરોના શાનદાર પ્રદર્શન પછી શિવમ દુબેની અણનમ અડધી સદીની (60) મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી-20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી ટી 20 મેચ 14 જાન્યુઆરીએ રમાશે.

Advertisment

ભારત ઇનિંગ્સ

-રિંકુ સિંહના 9 બોલમાં 2 ફોર સાથે અણનમ 16 રન

-શિવમ દુબેના 40 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અણનમ 60 રન.

-જીતેશ શર્મા 20 બોલમાં 5 ફોર સાથે 31 રન બનાવી મુજીબની ઓવરમાં કેચ આઉટ થયો.

-તિલક વર્મા 22 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 26 રને કેચ આઉટ થયો.

-શુભમન ગિલ 12 બોલમાં 5 ફોર સાથે 23 રન બનાવી મુજીબ ઉર રહેમાનની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

-રોહિત શર્મા 2 બોલમાં 00 રને રન આઉટ થયો.

આ પણ વાંચો - ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ

Advertisment

અફઘાનિસ્તાન ઇનિંગ્સ

-ભારત તરફથી મુકેશ કુમાર, અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી. જ્યારે શિવમ દુબેને 1 વિકેટ મળી.

-અફઘાનિસ્તાનના 20 ઓવરમાં 5 વિકેટે 158 રન.

-નઝીબુલ્લાહ 11 બોલમાં 19 અને કરીમ જન્નત 5 બોલમાં 9 રને અણનમ રહ્યા.

-અફઘાનિસ્તાને 19.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-મોહમ્મદ નબી 27 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 42 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.

-ઓમરજાઇ 22 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 29 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો.

-અફઘાનિસ્તાને 14.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રહમત શાહ 3 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ.

-ઇબ્રાહિમ ઝાદરાન 22 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 25 રન બનાવી શિવમ દુબેનો શિકાર બન્યો.

-અફઘાનિસ્તાને 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રહેમાનુલ્લાહ ગુરબાઝ 28 બોલમાં 23 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો.

-ઇબ્રાહિમ ઝાદરાન અને રહેમાનુલ્લાહ ગુરબાઝ ઓપનિંગમાં ઉતર્યા.

-પ્રથમ ટી-20માં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન : ઇબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ , રહમત શાહ, અબ્દુલ્લાહ ઓમરજાઇ, નઝીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નઇબ, કરીમ જન્નત, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક.

ભારત ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ રોહિત શર્મા સ્પોર્ટ્સ