IND vs AFG 2nd T20I score : યશસ્વી જયસ્વાલ (68) અને શિવમ દુબેની (અણનમ 63 રન )આક્રમક અડધી સદીની મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી ટી-20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.
ભારત ઇનિંગ્સ
-શિવમ દુબેના 32 બોલમાં 5 ફોર, 4 સિક્સરની મદદથી અણનમ 63 રન
-રિંકુ સિંહના 9 બોલમાં અણનમ 9 રન.
-જીતેશ શર્મા 2 બોલમાં ખાતું ખોલાયા વિના કરીમ જન્નતની ઓવરમાં આઉટ થયો.
-જયસ્વાલ 34 બોલમાં 5 ફોર, 6 સિક્સર સાથે 68 રન બનાવી કેચ આઉટ થયો.
-શિવમ દુબેએ 22 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 9.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-વિરાટ કોહલી 16 બોલમાં 5 ફોર સાથે 29 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રોહિત શર્મા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ફારુકીની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, 3 વિકેટકીપરની પસંદગી
અફઘાનિસ્તાન ઇનિંગ્સ
-ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. રવિ બિશ્નોઇ, અક્ષર પટેલને 2-2 વિકેટ મળી.
-અફઘાનિસ્તાન 20 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ.
-ફારુકી 0 રને રન આઉટ.
-મુજીબ ઉર રહમાન 9 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 21 રને રન આઉટ થયો.
-નૂર અહમદ 1 રને અર્શદીપનો ત્રીજો શિકાર બન્યો.
-કરીમ જન્નત 10 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 20 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો.
-અફઘાનિસ્તાને 18.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-નઝીબુલ્લાહ ઝાદરાન 21 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 23 રન બનાવી અર્શદીપની ઓવરમાં બોલ્ડ થયો.
-મોહમ્મદ નબી 18 બોલમાં 1 ફોર સાથે 14 રન બનાવી બિશ્નોઇનો શિકાર બન્યો.
-અફઘાનિસ્તાને 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ગુલબદ્દીન નઇબ 35 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 57 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.
-ગુલબદ્દીન નઇબે 28 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-ઓમરજાઇ 2 રન બનાવી શિવમ દુબેની ઓવરમાં બોલ્ડ.
-ઇબ્રાહિમ ઝાદરાન 8 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો.
-અફઘાનિસ્તાને 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રહેમાનુલ્લાહ ગુરબાઝ 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 14 રન બનાવી બિશ્નોઇનો શિકાર બન્યો.
-ભારતની ટીમમાં શુભમન ગિલ અને તિલક વર્માના સ્થાને યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીનો સમાવેશ.
-ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
અફઘાનિસ્તાન : ઇબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ , અઝમતુલ્લાહ ઓમરજાઇ, નઝીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નઇબ, કરીમ જન્નત, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક.





