ત્રીજી ટી-20 : બે સુપર ઓવરમાં આવ્યું પરિણામ, ભારતનો અફઘાનિસ્તાન સામે 3-0થી વિજય

IND vs AFG 3rd T20 : રોહિત શર્માના 69 બોલમાં 11 ફોર 8 સિક્સર સાથે અણનમ 121 રન, ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 20 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવતા મેચ ટાઇ પડી હતી

IND vs AFG 3rd T20 : રોહિત શર્માના 69 બોલમાં 11 ફોર 8 સિક્સર સાથે અણનમ 121 રન, ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 20 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવતા મેચ ટાઇ પડી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs AFG 3rd T20, IND vs AFG, india vs afghanistan

ભારત વિ. અફઘાનિસ્તાન ત્રીજી ટી-20 મેચ

IND vs AFG 3rd T20 Score Updates : અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20માં ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 16 રન બનાવતા મેચ ફરી ટાઇ પડી હતી. બીજી સુપર ઓવરમાં ભારતે 11 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 1 રન બનાવી શક્યું હતું. તેની 3 બોલમાં જ 2 વિકેટ પડી ગઇ હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 3-0થી વિજય મેળવ્યો છે.

Advertisment

આ પહેલા ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 20 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવતા મેચ ટાઇ પડી હતી.

મુકેશ કુમારે ભારત માટે પ્રથમ સુપર ઓવર કરી (16 રન)

પ્રથમ બોલ: ગુલબદીન બીજો રન લેવામાં આઉટ
બીજો બોલ : મોહમ્મદ નબીએ 1 રન લીધો
ત્રીજો બોલ : ગુરબાઝે ફોર ફટકારી
ચોથો બોલ : ગુરબાઝે 1 રન લીધો
પાંચમો બોલ : નબીએ સિક્સ ફટકારી
છઠ્ઠો બોલ : નબીએ 3 રન બનાવ્યા

અફઘાનિસ્તાન તરફથી અઝમાતુલ્લાહ ઓમરજાઈએ પહેલી સુપર ઓવર ફેકી (16 રન)

પહેલો બોલ : રોહિતે 1 રન બનાવ્યો
બીજો બોલ : યશસ્વીએ 1 રન કર્યો
ત્રીજો બોલ : રોહિતે છગ્ગો ફટકાર્યો
ચોથો બોલ : રોહિતે છગ્ગો ફટકાર્યો
પાંચમો બોલ : રોહિતે 1 રન બનાવ્યો
છઠ્ઠો બોલ : યશસ્વીએ 1 રન બનાવ્યો

Advertisment

ફરીદે અફઘાનિસ્તાન માટે બીજી સુપર ઓવર કરી (11 રન)

પહેલો બોલઃ રોહિતે સિક્સ ફટકારી
બીજો બોલઃ રોહિતે ફોર ફટકારી
ત્રીજો બોલઃ રોહિતે 1 રન બનાવ્યો
ચોથો બોલઃ રિંકુ સિંહ આઉટ
પાંચમો બોલઃ રોહિત રનઆઉટ

રવિ બિશ્નોઈએ ભારત માટે બીજી સુપર ઓવર ફટકારી (1 રન)

પ્રથમ બોલ: મોહમ્મદ નબી કેચ આઉટ
બીજો બોલ : કરીમ જન્નતે 1 રન લીધો
ત્રીજો બોલ : રહેમાનુલ્લાહ ગુરબાઝ કેચ આઉટ

આ પણ વાંચો - ભારતે ટી-20ની પ્રથમ ડબલ સુપર ઓવર મેચમાં જીત મેળવી, 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો

અફઘાનિસ્તાન ઇનિંગ્સ

-ગુલબદ્દીન નઇબના 23 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અણનમ 53 રન.

-ગુલબદ્દીન નઇબે 21 બોલમાં 4 ફોર 4 સિક્સર અડધી સદી ફટકારી.

-અફઘાનિસ્તાને 19.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-નજીબુલ્લાહ ઝાદરાન 5 રને અવેશ ખાનનો શિકાર બન્યો.

-કરિમ જન્નત 2 રને રન આઉટ થયો.

-મોહમ્મદ નબી 16 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 34 રન બનાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો.

-અફઘાનિસ્તાને 15.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-ઓમરજાઇ પ્રથમ બોલે વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો.

-ઇબ્રાહિમ ઝાદરાન 42 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 50 રન બનાવી સ્ટમ્પિંગ આઉટ થયો.

-ઇબ્રાહિમ ઝાદરાને 41 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-અફઘાનિસ્તાને 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રહેમાનુલ્લાહ ગુરબાઝ 32 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 50 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો.

-રહેમાનુલ્લાહ ગુરબાઝે 29 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 50 રન બનાવ્યા

-અફઘાનિસ્તાને 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

આ પણ વાંચો - રોહિત શર્મા અને રિંકુ સિંહે 95 બોલમાં 190 રનની ભાગીદારી નોંધાવી, તોડી નાખ્યા ઘણા રેકોર્ડ

ભારત ઇનિંગ્સ

-ભારતે અંતિમ 5 ઓવરમાં 103 રન ફટકાર્યા.

-ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા.

-રોહિત અને રિંકુ સિંહ વચ્ચે 190 રનન અતૂટ ભાગીદારી

-રિંકુ સિંહના 39 બોલમાં 2 ફોર 6 સિક્સર સાથે અણનમ 69 રન.

-રોહિત શર્માના 69 બોલમાં 11 ફોર 8 સિક્સર સાથે અણનમ 121 રન.

-ભારતે 19.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-રિંકુ સિંહે 36 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-રોહિત શર્માએ 64 બોલમાં 10 ફોર 6 સિક્સર સાથે સદી ફટકારી.

-ભારતે 17.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-ભારતે 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોહિત શર્માએ 41 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

-ભારતે 8.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-સંજુ સેમસન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ફરીદ અહમદનો ત્રીજો શિકાર બન્યો.

-શિવમ દુબે 6 બોલમાં 1 રન બનાવી ઓમરજાઇનો શિકાર બન્યો.

-વિરાટ કોહલી પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના કેચ આઉટ થયો.

-યશસ્વી જયસ્વાલ 6 બોલમાં 4 રન બનાવી ફરીદ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.

-ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. સંજુ સેમસન, કુલદીપ યાદવ અને અવેશ ખાનને ટીમમાં સ્થાન મળ્યું છે. જીતેશ શર્મા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને આરામ અપાયો છે.

-ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન : ઇબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ , ગુલબદ્દીન નઇબ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, નઝીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, કરીમ જન્નત, શરાફુદ્દીન અશરફ, કાઇસ અહમદ, મોહમ્મદ સલીમ સાફી, ફરીદ અહમદ મલિક.

ભારત ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ