Ind vs Afg Highlight, T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024, ભારતની સુપર 8 માં જીત સાથે શરૂઆત, સૂર્યકુમાર યાદવ અને બુમરાહ ઝળક્યા

IND vs AFG Highlight, T20 World Cup : સૂર્યકુમાર યાદવના 28 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 53 રન, બુમરાહ અને અર્શદીપ સિંહની 3-3 વિકેટ, અફઘાનિસ્તાનનો 47 રને પરાજય

Written by Ashish Goyal
Updated : June 20, 2024 23:49 IST
Ind vs Afg Highlight, T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024, ભારતની સુપર 8 માં જીત સાથે શરૂઆત, સૂર્યકુમાર યાદવ અને બુમરાહ ઝળક્યા
IND vs AFG Highlight,, T20 World Cup : ટી 20 વર્લ્ડ કપ 2024ની 43મી મેચમાં ભારતનો અફઘાનિસ્તાન સામે વિજય

India vs Afghanistan Updates : ટી 20 વર્લ્ડ કપ 2024, ભારત વિ. અફઘાનિસ્તાન સ્કોર : સૂર્યકુમાર યાદવની અડધી સદી પછી જસપ્રીત બુમરાહ સહિત બોલરોની શાનદાર બોલિંગની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાન સામે 47 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 20 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે સુપર 8 માં જીત સાથે શરૂઆત કરી છે.

ભારત તરફથી બુમરાહ અને અર્શદીપ સિંહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ અને અક્ષર પટેલ,રવિન્દ્ર જા

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી , ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

અફઘાનિસ્તાન : રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન, ગુલબદીન નઈબ, હઝરતુલ્લાહ ઝઝાઇ, અઝમતુલ્લાહ ઉમરઝાઇ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરન, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, નવીન-ઉલ-હક, ફઝલાહક ફારૂકી.

ICC Men's T20 World Cup, 2024Kensington Oval, Bridgetown, Barbados

Match Ended

Afghanistan 134 (20.0)

vs

India 181/8 (20.0)

Match Ended ( Super Eight - Match 3 )

India beat Afghanistan by 47 runs

Live Updates

ભારતની સુપર 8 માં જીત સાથે શરૂઆત

IND vs AFG Live Score : ભારતનો 47 રને વિજય

સૂર્યકુમાર યાદવની અડધી સદી પછી જસપ્રીત બુમરાહ સહિત બોલરોની શાનદાર બોલિંગની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાન સામે 47 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 20 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે સુપર 8 માં જીત સાથે શરૂઆત કરી છે.

IND vs AFG Live Score : બુમરાહ અને અર્શદીપની 3-3 વિકેટ

ભારત તરફથી બુમરાહ અને અર્શદીપ સિંહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ અને અક્ષર પટેલ,રવિન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

IND vs AFG Live Score : અફઘાનિસ્તાન 134 રનમાંં ઓલ આઉટ

નૂર અહમદ 18 બોલમાં 12 રન બનાવી અર્શદીપ સિંહનો ત્રીજો શિકાર બન્યો. અફઘાનિસ્તાન 20 ઓવરમાં 134 રનમાંં ઓલ આઉટ

નવીન ઉલ હકનું ગોલ્ડન ડક

નવીન ઉલ હક પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહનો શિકાર બન્યો.

IND vs AFG Live Score : રાશિદ ખાન 2 રને આઉટ

રાશિદ ખાન 6 બોલમાં 2 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને 121 રને નવમી વિકેટ ગુમાવી.

IND vs AFG Live Score : મોહમ્મદ નબી આઉટ

મોહમ્મદ નબી 14 બોલમાં 1 સિક્સર સાથે 14 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.

IND vs AFG Live Score : નજીબુલ્લાહ ઝાદરાન આઉટ

નજીબુલ્લાહ ઝાદરાન 17 બોલમાં 2 સિક્સર સાથે 19 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.

અફઘાનિસ્તાનના 100 રન

અફઘાનિસ્તાને 14.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

IND vs AFG Live Score : ઉમરઝાઇ આઉટ

અઝમતુલ્લાહ ઉમરઝાઇ 20 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 26 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.

અફઘાનિસ્તાનના 50 રન

અફઘાનિસ્તાને 8.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

IND vs AFG Live Score : હઝરતુલ્લાહ 2 રને આઉટ

હઝરતુલ્લાહ ઝઝાઇ 4 બોલમાં 2 રન બનાવી બુમરાહનો બીજો શિકાર બન્યો. અફઘાનિસ્તાને 23 રને 3 વિકેટ ગુમાવી.

IND vs AFG Live Score : ઇબ્રાહિમ ઝાદરાન આઉટ

ઇબ્રાહિમ ઝાદરાન 11 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.

IND vs AFG Live Score : ગુરબાઝ 11 રને આઉટ

રહેમાનુલ્લાહ ગુરબાઝ 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 11 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.

IND vs AFG Live Score : ગુરબાઝ 11 રને આઉટ

રહેમાનુલ્લાહ ગુરબાઝ 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 11 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. અફઘાનિસ્તાને 13 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IND vs AFG Live Score : રાશિદ ખાનની 3 વિકેટ

અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને ફઝલાહક ફારૂકીએ 3-3 વિકેટ ઝડપી હતી. નવીન ઉલ હકને 1 વિકેટ મળી હતી.

IND vs AFG Live Score : ભારતના 20 ઓવરમાં 8 વિકેટે 181 રન

ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા. અફઘાનિસ્તાનને જીતવા માટે 182 રનનો પડકાર મળ્યો છે.

IND vs AFG Live Score : અક્ષર પટેલ રન આઉટ

અક્ષર પટેલ 6 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી રન આઉટ થયો. અર્શદીપ સિંહ 2 રને અણનમ રહ્યો.

IND vs AFG Live Score : રવિન્દ્ર જાડેજા આઉટ

રવિન્દ્ર જાડેજા 5 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી ફારુકીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 165 રને સાતમી વિકેટ ગુમાવી.

હાર્દિક પંડ્યા 32 રને આઉટ

હાર્દિક પંડ્યા 24 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 32 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં કેચ આઉટ થયો.

IND vs AFG Live Score : સૂર્યકુમાર યાદવ 53 રને આઉટ

સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 53 રન બનાવી ફારુકીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 150 રને પાંચમી વિકેટ ગુમાવી.

સૂર્યકુમાર યાદવની અડધી સદી

સૂર્યકુમાર યાદવે 27 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

ભારતના 100 રન

ભારતે 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

IND vs AFG Live Score : શિવમ દુબે આઉટ

શિવમ દુબે 7 બોલમાં 1 સિક્સર સાથે 10 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો. રાશિદને ત્રીજી સફળતા મળી.

IND vs AFG Live Score : વિરાટ કોહલી 24 રને આઉટ

વિરાટ કોહલી 24 બોલમાં 1 સિક્સર સાથે 24 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 62 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IND vs AFG Live Score : પંત આઉટ

ઋષભ પંત 11 બોલમાં 4 ફોર સાથે 20 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.

ભારતના 50 રન

ભારતે 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

IND vs AFG Live Score, T20 World Cup: રોહિત શર્મા 8 રને આઉટ

રોહિત શર્મા 13 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી ફઝલાહક ફારૂકીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 11 રને પ્રથમ વિકેટ ગુમાવી.

રોહિત અને કોહલી ઓપનિંગમાં

રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગમાં ઉતર્યા. ફારુકીની પ્રથમ ઓવરમાં 5 રન બનાવ્યા.

IND vs AFG Live Score, T20 World Cup: અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન

રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન, હઝરતુલ્લાહ ઝઝાઇ, ગુલબદીન નઇબ, અઝમતુલ્લાહ ઉમરઝાઇ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરન, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, નવીન-ઉલ-હક, ફઝલાહક ફારૂકી.

IND vs AFG Live Score, T20 World Cup: ભારત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી , ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

IND vs AFG Live Score, T20 World Cup: ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ટી 20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે

IND vs AFG Live Score, T20 World Cup: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો

ટી 20 વર્લ્ડ કપ 2024ની 43મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં અજેય રહી હતી. જ્યારે અફઘાનિસ્તાનનો માત્ર એક જ મેચમાં પરાજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ