ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ વન-ડે : ટીમ ઇન્ડિયાનો વિજય, કેએલ રાહુલે સિક્સર ફટકારી જીત અપાવી

India vs Australia 1st ODI : મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી, શુભમન ગિલ (74), ઋતુરાજ ગાયકવાડ (71), કેએલ રાહુલ (58 અણનમ)અને સૂર્યકુમાર યાદવની (50)અડધી સદી, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી વન-ડે 24 સપ્ટેમ્બરના રોજ રમાશે.

India vs Australia 1st ODI : મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી, શુભમન ગિલ (74), ઋતુરાજ ગાયકવાડ (71), કેએલ રાહુલ (58 અણનમ)અને સૂર્યકુમાર યાદવની (50)અડધી સદી, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી વન-ડે 24 સપ્ટેમ્બરના રોજ રમાશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs Australia 1st ODI Live Score | India vs Australia | 1st ODI Live Score

ભારત ઓસ્ટ્રેલિયા પ્રથમ વન-ડે

India vs Australia 1st ODI Score: મોહમ્મદ શમીના તરખાટ (5 વિકેટ) પછી શુભમન ગિલ (74), ઋતુરાજ ગાયકવાડ (71), કેએલ રાહુલ (58 અણનમ)અને સૂર્યકુમાર યાદવની (50)અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 276 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 281 રન બનાવી લીધા હતા. કેએલ રાહુલે સિક્સ ફટકારી જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી વન-ડે 24 સપ્ટેમ્બરના રોજ રમાશે.

Advertisment

ભારત ઇનિંગ્સ

-કેએલ રાહુલના 63 બોલમાં 4 ફોર, 1 સિક્સરની મદદથી અણનમ 58 રન.

-સૂર્યકુમાર યાદવ 49 બોલમાં 5 ફોર અને 1 સિક્સરની મદદથી 50 રન બનાવી એબોટનો શિકાર બન્યો.

-ભારતે 45 ઓવરમાં 250 રન પુરા કર્યા

-ભારતે 35.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ઇશાન કિશન 18 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.

-શુભમન ગિલ 63 બોલમાં 6 ફોર, 2 સિક્સરની મદદથી 74 રન બનાવી ઝામ્પાની ઓવરમાં બોલ્ડ થયો.

-ભારતે 24.3 ઓવરમાં 150 રન પુરા કર્યા

-શ્રેયસ ઐયર 3 રને રન આઉટ થયો.

-ઋતુરાજ ગાયકવાડ 77 બોલમાં 10 ફોર સાથે 71 રને ઝામ્પાની ઓવરમાં આઉટ થયો.

-ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી

-ભારતે 15.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-શુભમન ગિલે 37 બોલમાં 5 ફોર, 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી

-ભારતે 8.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

Advertisment

આ પણ વાંચો - શુભમન ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ, ભારત માટે શું રહેશે સૌથી મોટો પડકાર? અમિત મિશ્રાએ કહી આવી વાત

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ

-ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, જ્યારે બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી.

-ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ

-એડમ ઝામ્પા 2 રને રન આઉટ થયો.

-શેન એબોટ 2 રને શમીની ઓવરમાં આઉટ થયો.

-મેથ્યુ શોર્ટ 2 રને શમીનો શિકાર બન્યો.

-જોશ ઇંગ્લિશ 45 બોલમાં 3 ફોર, 2 સિક્સરની મદદથી 45 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો.

-માર્કસ સ્ટોઇનિસ 21 બોલમાં 5 ફોર સાથે 29 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો.

-ઓસ્ટ્રેલિયાએ 41.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-કેમરુન ગ્રીન 52 બોલમાં 31 રન બનાવી રન આઉટ થયો.

-લાબુશેન 39 રન બનાવી અશ્વિનની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

-ઓસ્ટ્રેલિયાએ 29.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-સ્મિથ 60 બોલમાં 3 ફોર, 1 સિક્સરની મદદથી 41 રને શમીની ઓવરમાં બોલ્ડ થયો

-ઓસ્ટ્રેલિયાએ 18.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડેવિડ વોર્નર 53 બોલમા 6 ફોર, 2 સિક્સર સાથે 52 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો.

-ઓસ્ટ્રેલિયાએ 11.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-મિચેલ માર્શ 4 રન બનાવી પ્રથમ ઓવરમાં જ શમીનો શિકાર બન્યો.

-ભારતના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લિશ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ, એડમ ઝામ્પા.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ