India vs Australia 1st T20 Score : સૂર્યકુમાર યાદવ (80)અને ઇશાન કિશનની અડધી સદીની(58) મદદથી ભારતે પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવી લીધા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેદાન પર ઉતરતાની સાથે જ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરોની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. રોહિત શર્મા અને હાર્દિક પંડયાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને કાંગારુ ટીમ સામેની આ ટી-20 શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી-20 ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ કરનારો 13મો ખેલાડી બન્યો છે.
સૂર્યકુમાર યાદવને ભારતનો 13મો ટી-20 કેપ્ટન બન્યો
ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી વીરેન્દ્ર સેહવાગ હતો. આ પછી એમએસ ધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને રુતુરાજ ગાયકવાડ જેવા ઘણા ખેલાડીઓ આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે.નથોડા દિવસ પહેલા એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશિપ રુતુરાજ ગાયકવાડે કરી હતી અને તેમની કેપ્ટનશિપમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ટી-20 ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ કરનારા ખેલાડીઓ
વિરેન્દ્ર સેહવાગએમએસ ધોનીસુરેશ રૈનાઅજિંક્ય રહાણેવિરાટ કોહલીરોહિત શર્માશિખર ધવનઋષભ પંતહાર્દિક પંડ્યાકેએલ રાહુલજસપ્રીત બુમરાહરૂતુરાજ ગાયકવાડસૂર્યકુમાર યાદવ





