India vs Australia Live Score, 1st T20I : ભારત સામેની પ્રથમ ટી 20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કેનબરાના મનુકા ઓવલ ખાતે રમાઇ રહી છે. ટી 20 વર્લ્ડ કપ 2026 ની તૈયારી માટે બંને ટીમો માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે. 2024 ના ટી 20 વર્લ્ડ કપ પછી પ્રથમ વખત બંને ટીમો ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં એકબીજાનો સામનો કરશે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી 20 હેડ ટુ હેડ
ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 ટી 20 મેચ રમાઇ છે. જેમાં ભારતનો 20 મેચમાં વિજય થયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 11 મેચમાં વિજય થયો છે. એક મેચમાં કોઇ રિઝલ્ટ આવ્યું ન હતું.
ઓસ્ટ્રેલિયામાં ભારતના રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું છે. જેમાંથી 11માં ભારતનો વિજય થયો છે, જ્યારે 6 માં પરાજય થયો છે, એક ટી-20 મેચ અનિર્ણિત રહી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયામાં ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતનો સફળતાનો દર 64.70 ટકા છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.





