India vs Australia 2nd ODI Score : શુભમન ગિલ (104)અને શ્રેયસ ઐયરની (105)સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 99 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. વરસાદ પડતા ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 33 ઓવરમાં 317 રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે 27 સપ્ટેમ્બરે રમાશે. ભારતે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સાથે હાઇએસ્ટ સ્કોર બનાવ્યો. આ પહેલા ભારતનો હાઇએસ્ટ સ્કોર 383 રન હતો. જે 2013માં બેંગલુરુમાં બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-ભારત તરફથી અશ્વિન-જાડેજાએ 3-3 વિકેટ, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 અને શમીએ 1 વિકેટ ઝડપી
-એબોટ 54 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ.
-હેઝલવુડ 23 રને શમીની ઓવરમાં બોલ્ડ થયો.
-શેન એબોટે 29 બોલમાં 4 ફોર, 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
-ઓસ્ટ્રેલિયાએ 26.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-એડમ ઝમ્પા 5 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ.
-કેમરૂન ગ્રીન 13 બોલમાં 19 રન બનાવી રન આઉટ થયો.
-એલેક્સ કેરી 14 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો.
-જોશ ઇંગ્લિશ 6 રને અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો.
-ડેવિડ વોર્નર 33 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 53 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો.
-ઓસ્ટ્રેલિયાએ 13.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-લાબુશેન 31 બોલમાં 4 ફોર સાથે 27 રન બનાવી અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો.
-સ્ટિવન સ્મિથ પ્રથમ બોલે પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં આઉટ
-મૈથ્યુ શોર્ટ 8 બોલમાં 9 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો.
આ પણ વાંચો – શુભમન ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ, ભારત માટે શું રહેશે સૌથી મોટો પડકાર? અમિત મિશ્રાએ કહી આવી વાત
ભારત ઇનિંગ્સ
-ભારતે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સાથે હાઇએસ્ટ સ્કોર બનાવ્યો. આ પહેલા ભારતનો હાઇએસ્ટ સ્કોર 383 રન હતો. જે 2013માં બેંગલુરુમાં બનાવ્યો હતો.
-જાડેજાના 9 બોલમાં અણનમ 13 રન
-સૂર્યકુમાર યાદવના 37 બોલમાં 6 ફોર, 6 સિક્સર સાથે અણનમ 72 રન.
-સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 3 ફોર, 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
-કેએલ રાહુલ 38 બોલમાં 3 ફોર 3 સિક્સરની મદદથી 52 રને બોલ્ડ થયો.
-ઇશાન કિશન 18 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 31 રને આઉટ થયો.
-ભારતે 40.1 ઓવરમાં 300 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 97 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે 104 રન બનાવી ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો.
-શુભમન ગિલે 92 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે સદી ફટકારી
-શ્રેયસ ઐયર 90 બોલમાં 11 ફોર, 3 સિક્સરની મદદથી 105 રને એબોટનો શિકાર બન્યો
-શ્રેયસ ઐયરે 86 બોલમાં 10 ફોર, 3 સિક્સર સાથે સદી ફટકારી.
-ભારતે 28.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયરે 41 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-શુભમન ગિલે 37 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
-ભારતે 7.3 ઓવરમાં 50 રન અને 12.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડ 8 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો.
-ભારતની ટીમમાં બુમરાહને સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે.
-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવન સ્મિથે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિશ, કેમરુન ગ્રીન, મેથ્યુ શોર્ટ, સીન એબોટ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, સ્પેંસર જોનસન.