India vs Australia Score, 2nd T20I : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મિચેલ માર્શના 46 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બીજી ટી 20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે. ભારત 18.4 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટી 20 મેચ 2 નવેમ્બરને રવિવારે રમાશે. ભારત તરફથી બુમરાહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, મેટ શોર્ટ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.





