IND vs AUS 2nd Test : રવિન્દ્ર જાડેજાની 7 વિકેટ, ભારતનો વિજય, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અજેય લીડ મેળવી

India Vs Australia, 2nd Test: ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી, રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ

Written by Ashish Goyal
Updated : February 19, 2023 15:41 IST
IND vs AUS 2nd Test : રવિન્દ્ર જાડેજાની 7 વિકેટ, ભારતનો વિજય, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અજેય લીડ મેળવી
મેચમાં 10 વિકેટ ઝડપનાર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો (તસવીર - ટ્વિટર)

IND vs AUS 2nd Test Match Highlights: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ જીત માટે આપેલા 115 રનના લક્ષ્યાંક સામે ભારતે 26.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. 100મી ટેસ્ટ રમી રહેલા ચેતેશ્વર પૂજારાએ વિજયી ફોર ફટકારી હતી. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. 1 માર્ચથી ઇન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.

જાડેજા મેન ઓફ ધ મેચ

મેચમાં 10 વિકેટ ઝડપનાર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજાએ પ્રથમ ઇનિંગ્સમાં 3 અને બીજી ઇનિંગ્સમાં 7 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી સૌથી વધારે રન ચેતેશ્વર પૂજારા અને રોહિત શર્માએ 31-31 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રીકર ભરતે અણનમ 23, વિરાટ કોહલીએ 20, શ્રેયસ ઐયરે 12 અને કેએલ રાહુલે 1 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – વિરાટ કોહલીને ખોટી રીતે આઉટ આપ્યો? પૂર્વ ઓપનરે લખ્યું – નિર્ણય ખૂબ જ શંકાસ્પદ

બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા 113 રનમાં ઓલઆઉટ

બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ટ્રેવિસ હેડ (43) અને લાબુશેન (35) જ ડબલ સ્કોરનો આંક વટાવી શક્યા હતા. ભારત તરફથી જાડેજાએ 7 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલી 25 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર છઠ્ઠો ક્રિકેટર

વિરાટ કોહલીએ 12મી ઓવરમાં નાથન લિયોનના પ્રથમ બોલ પર ફોર ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25 હજાર રન પુરા કર્યા હતા. કોહલી આવી સિદ્ધિ મેળવનાર ભારતનો બીજો અને વિશ્વનો છઠ્ઠો ક્રિકેટર બન્યો છે. વિરાટે સૌથી ઝડપી 25 હજાર રન પુરા કરીને સચિનનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટે આ સિદ્ધિ 549 ઇનિંગ્સમાં મેળવી છે. જ્યારે સચિન 577 ઇનિંગ્સ રમ્યો હતો. કોહલી પહેલા સચિન તેંડુલકર(34,357 રન ), કુમાર સંગાકારા(28,016), રિકી પોન્ટિંગ(27,453), મહેલા જયવર્ધને (25,957)અને જેક કાલિસનો (25,534) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25 હજાર રન બનાવી ચુક્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ