India vs Australia 3rd ODI Score : મિચેલ માર્શ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન અને ડેવિડ વોર્નરની અડધી સદી પછી ગ્લેન મેક્સવેલની શાનદાર બોલિંગ (4 વિકેટ)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડેમાં 66 રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 352 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 49.4 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રાજકોટ વન-ડેમાં પરાજય છતા ભારતે 3 મેચની શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો છે.
ભારત ઇનિંગ્સ
-મોહમ્મદ સિરાજ 1 રને ગ્રીનની ઓવરમાં આઉટ
-રવીન્દ્ર જાડેજા 36 બોલમાં 3 ફોર, 1 સિક્સરની મદદથી 35 રન બનાવી એલબી આઉટ થયો.
-બુમરાહ 5 રને કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.
-કુલદીપ યાદવ 2 રને બોલ્ડ થયો.
-સૂર્યકુમાર યાદવ 8 રને હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો.
-કેએલ રાહુલ 26 રને સ્ટાર્કનો શિકાર બન્યો.
-ભારતે 31.1 ઓવરમાં 200 રન પુરા કર્યા
-વિરાટ કોહલીના 61 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 56 રને મેક્સવેલનો શિકાર બન્યો
-રોહિત શર્મા 57 બોલમાં 5 ફોર 6 સિક્સર સાથે 81 રન બનાવી મેક્સવેલની ઓવરમાં આઉટ થયો.
-ભારતે 15.4 ઓવરમાં 100 રન પુરા કર્યા
-વોશિંગ્ટન સુંદર 30 બોલમાં 18 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો.
-રોહિત શર્માએ 31 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-ભારતે 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
-રોહિત શર્મા અને વોશિંગ્ટન સુંદર ઓપનિંગમાં ઉતર્યા
આ પણ વાંચો – ડિ વિલિયર્સના મતે વિરાટ કોહલી નહીં પણ આ ભારતીય ક્રિકેટર વર્લ્ડ કપમાં બનાવશે સૌથી વધારે રન
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-ભારત તરફથી બુમરાહે 3 વિકેટ ઝડપી, જ્યારે કુલદીપ યાદવે 2 અને સિરાજ-કૃષ્ણાએ 1-1 વિકેટ ઝડપી.
-ઓસ્ટ્રેલિયાના 50 ઓવરમાં 7 વિકેટે 352 રન
-માર્નસ લાબુશેન 58 બોલમાં 9 ફોર સાથે 72 રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 42.4 ઓવરમાં 300 રન પુરા કર્યા
-કેમરૂન ગ્રીન 9 રને કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો.
-મેક્સવેલ 5 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ
-એલેક્સ કેરી 11 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-સ્મિથ 61 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે 74 રને સિરાજની ઓવરમાં એલબી થયો.
-મિચેલ માર્શ અને સ્મિથે બીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી નોંધાવી
-મિચેલ માર્શ 84 બોલમાં 13 ફોર 3 સિક્સર સાથે 96 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 26.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-સ્ટિવ સ્મિથે 43 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-મિચેલ માર્શે 45 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ઓસ્ટ્રેલિયાએ 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ડેવિડ વોર્નર 34 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે 56 રન પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો.
-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા, (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમરુન ગ્રીન, પેટ કમિન્સ, તનવીલ સંઘા, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ.





