India vs Australia 3rd T20 Score : ગ્લેન મેક્સવેલના 48 બોલમાં અણનમ 104 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી ટી-20 મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણી જીવંત રાખી છે. ભારત હાલ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20 મેચ 1 ડિસેમ્બરે રમાશે.
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 8 ફોર 8 સિક્સર સાથે અણનમ 104 રન.
-મેથ્યુ વેડના 16 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 28 રન.
-ગ્લેન મેક્સવેલે 47 બોલમાં 7 ફોર 8 સિક્સર સાથે સદી ફટકારી.
-ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-ઓસ્ટ્રેલિયાએ 15.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ગ્લેન મેક્સવેલે 28 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ટીમ ડેવિડ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.
-સ્ટોઇનિસ 21 બોલમાં 17 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 9.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-જોશ ઇંગ્લિશ 6 બોલમાં 10 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.
-ટ્રેવિસ હેડ 18 બોલમાં 8 ફોર સાથે 35 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-એરોન હાર્ડી 12 બોલમાં 3 ફોર સાથે 16 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાથી હરાજી પર કેવી પડશે અસર
ભારત ઇનિંગ્સ
-ઋતુરાજ ગાયકવાડના 57 બોલમાં 13 ફોર 7 સિક્સર સાથે અણનમ 123 રન.
-તિલક વર્માના 24 બોલમાં 4 ફોર સાથે અણનમ 31 રન.
-ઋતુરાજ ગાયકવાડે 52 બોલમાં 11 ફોર 5 સિક્સર સાથે સદી ફટકારી.
-ભારતે 19.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-ભારતે 16.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડે 32 બોલમાં 9 ફોર સાથે 50 રન પુરા કર્યા.
-ભારતે 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવ 29 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 39 રન બનાવી કેચ આઉટ થયો.
-ભારતે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ઇશાન કિશન 5 બોલમાં 00 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં કેચ આઉટ થયો.
-યશસ્વી જયસ્વાલ 6 બોલમાં 6 રન બનાવી બેહરનડોર્ફનો શિકાર બન્યો.
-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે
ભારત : રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, પ્રસિદ્ધ કિષ્ના, આવેશ ખાન.
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટીમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન), નાથન એલિસ, જેસોન બેહરનડોર્ફ, કેન રિચાર્ડસન, તનવીર સંઘા.





