India vs Australia 4th T20 Score : રિંકુ સિંહના 46 રન બાદ અક્ષર પટેલની 3 વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટી-20માં 20 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 154 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી-20 મેચ 3 ડિસેમ્બરે રમાશે.
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ જ્યારે દિપક ચાહરે 2, રવિ બિશ્નોઇ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી.
-મેથ્યુ વેડ 23 બોલમાં 2 ફોર 2 સિક્સરની મદદથી 36 રને અણનમ રહ્યો.
-મેથ્યુ શોર્ટ 19 બોલમાં 22 રન બનાવી ચાહરનો શિકાર બન્યો.
-ટીમ ડેવિડ 20 બોલમાં 19 રન બનાવી દિપક ચાહરની ઓવરમાં આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-બેન મેકડરમોટ 22 બોલમાં 19 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો.
-એરોન હાર્ડી 8 રન બનાવી અક્ષરની ઓવરમાં બોલ્ડ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ટ્રેવિસ હેડ 16 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 31 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.
-જોશ ફિલિપ 8 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખવાના મુદ્દે મિશેલ માર્શે પ્રથમ વખત તોડી ચુપ્પી, કહ્યું – મને કોઈ ફરક પડતો નથી
ભારત ઇનિંગ્સ
-ભારતના 20 ઓવરમાં 9 વિકેટે 174 રન.
-રવિ બિશ્નોઇ 4 રને રન આઉટ થયો.
-દિપક ચાહર 2 બોલમાં ખાતું ખોલાયા વિના કેચ આઉટ થયો.
-રિંકુ સિંહ 29 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 46 રન બનાવી એલબી આઉટ થયો.
-અક્ષર પટેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના કેચ આઉટ થયો.
-જિતેશ શર્મા 19 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 35 રન બનાવી કેચ આઉટ થયો.
-ભારતે 17.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ઋતુરાજ ગાયકવાડ 28 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 32 રન બનાવી સંઘાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવ 1 રન બનાવી કેચ આઉટ થયો.
-શ્રેયસ ઐયર 7 બોલમાં 8 રન બનાવી સંઘાનો શિકાર બન્યો,
-યશસ્વી જયસ્વાલ 28 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 37 રન બનાવી આઉટ થયો.
-ભારતે 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયર અને દિપક ચાહર એક વર્ષ પછી ટી-20માં ટીમ ઇન્ડિયા તરફથી રમવા ઉતર્યા.
-ભારતે પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કર્યા.
-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે
ભારત : રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દિપક ચાહર, મુકેશ કુમાર, આવેશ ખાન.
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, જોશ ફિલિપ, બેન મેકડરમોટ, એરોન હાર્ડી, મેથ્યુ શોર્ટ, ટીમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન), બેન ડવારશુઈશ, જેસોન બેહરનડોર્ફ, ક્રિસ ગ્રીન, તનવીર સંઘા.





