ભારત વિ ઓસ્ટ્રેલિયા : પાંચમી ટી 20 મેચ રદ, ભારતે 2-1થી શ્રેણી જીતી

India vs Australia 5th T20I Match Score Updates : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી 20 મેચ વરસાદને કારણે મેચ રદ. ભારતનો પાંચ મેચની શ્રેણીમાં 2-1થી વિજય

Written by Ashish Goyal
Updated : November 08, 2025 17:13 IST
ભારત વિ ઓસ્ટ્રેલિયા : પાંચમી ટી 20 મેચ રદ, ભારતે 2-1થી શ્રેણી જીતી
ND vs AUS Live Score Updates, 5th T20I : ભારતે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની શ્રેણી 2-1 થી જીતી લીધી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

India vs Australia Score, 5th T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી 20 મેચ વરસાદને કારણે મેચ રદ થઇ હતી. આ મેચ રદ થતા ભારતે પાંચ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારે વરસાદ અને વીજળીના કારણે રમત અટકી ત્યારે ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે 52 રન બનાવી લીધા હતા. શુભમન ગિલે 16 બોલમાં 6 ફોર સાથે 29 અને અભિષેક શર્માએ 13 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 23 રન બનાવ્યા હતા.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા : મિશેલ માર્શ (કેપ્ટન), મેટ શોર્ટ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, જોશ ફિલિપે, માર્કસ સ્ટોઇનિસ, બેન દ્વારશુઇશ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.

Live Updates

IND vs AUS 5th T20I Live Score : અભિષેક શર્મા મેન ઓફ ધ સિરીઝ જાહેર

પાંચ મેચની ટી 20 શ્રેણીમાં 40.75ની એવરેજ અને 161.38ની સ્ટ્રાઇક રેટથી 163 રન બનાવનાર અભિષેક શર્માને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

IND vs AUS 5th T20I Live Score : પાંચમી ટી 20 મેચ રદ, ભારતે 2-1થી શ્રેણી જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી 20 મેચ વરસાદને કારણે મેચ રદ થઇ હતી. આ મેચ રદ થતા ભારતે પાંચ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારે વરસાદ અને વીજળીના કારણે રમત અટકી ત્યારે ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે 52 રન બનાવી લીધા હતા. શુભમન ગિલે 16 બોલમાં 6 ફોર સાથે 29 અને અભિષેક શર્માએ 13 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 23 રન બનાવ્યા હતા.

IND vs AUS 5th T20I Live Score : ખરાબ હવામાને મેચ અટકાવી

પાંચમી ટી 20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે 52 રન બનાવી લીધા છે. હાલ ખરાબ હવામાનના કારણે મેચ અટકાવી છે. શુભમન ગિલ 29 અને અભિષેક શર્મા 23 રને રમતમાં છે.

IND vs AUS 5th T20I Live Score : ભારત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

IND vs AUS 5th T20I Live Score : ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

મિશેલ માર્શ (કેપ્ટન), મેટ શોર્ટ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, જોશ ફિલિપે, માર્કસ સ્ટોઇનિસ, બેન દ્વારશુઇશ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.

IND vs AUS 5th T20I Live Score : ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની પાંચમી ટી 20 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ