India vs Australia Score Updates, T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024, ભારત વિ. ઓસ્ટ્રેલિયા સ્કોર : રોહિત શર્માના 92 રન બાદ અર્શદીપ સિંહની 3 વિકેટની મદદથી ભારતે ટી 20 વર્લ્ડ કપના સુપર 8 મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે 24 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતનો આ વર્લ્ડ કપમાં હજુ સુધી એકપણ પરાજય થયો નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સેમિ ફાઇનલનો આધાર હવે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની મેચ પર રહેશે. ભારત હવે 27 જૂનના રોજ ઇંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઇનલમાં રમશે
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટીમ ડેવિડ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવૂડ.
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.