IND vs AUS T20 series : ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતનો યુવા બેટ્સમેન રિંકુ સિંહ ફરી ટીમ ઇન્ડિયાની જીતનો હીરો બન્યો હતો. તેણે મેચના છેલ્લા બોલ પર શોટ ફટકારીને ભારતને જીત અપાવી હતી. રિન્કુએ 14 બોલમાં 22 રનની નાની પણ મહત્વની ઈનિંગ્સ રમી હતી. ટીમને વિજય અપાવ્યા બાદ રિંકુ મેદાનની બહાર આવતાની સાથે જ અભિષેક નાયરે તેનું ઉષ્માભર્યા અંદાજમાં સ્વાગત કર્યું હતું.
દિનેશ કાર્તિકે જણાવી ‘અનટોલ્ડ સ્ટોરી’
રિંકુ અને અભિષેકની આ તસવીર સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઇ હતી. દરેક વ્યક્તિ બંને વચ્ચેના આ કનેક્શનને જાણવા માંગે છે. આ દરમિયાન દિનેશ કાર્તિકે રિંકુ અને અભિષેકના સંબંધો વિશે ખુલાસો કર્યો છે. કાર્તિકે કહ્યું છે કે અભિષેક નાયર એ જ વ્યક્તિ છે કે જેણે રિંકુ જેવા ખેલાડીને નિખાર્યો છે. બંને એકબીજાને છેલ્લા 5-6 વર્ષથી ઓળખે છે. અભિષેક નાયરે જ રિંકુની અંદર સંભાવના જોઈ અને તેને નિખારી છે.
આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશનની અડધી સદી, પ્રથમ ટી-20માં ભારતનો 2 વિકેટે રોમાંચક વિજય
રિંકુ અને નાયર 2018થી એકબીજાને ઓળખે છે
દિનેશ કાર્તિકે એક પોસ્ટ દ્વારા આખી અનટોલ્ડ સ્ટોરી કહી છે. કાર્તિકે કહ્યું છે કે રિંકુ અને અભિષેક 2018થી એકબીજાને ઓળખે છે. અભિષેકે હંમેશાં રિંકુમાં ક્ષમતા જોઈ હતી. નાયરે મને ઘણી વખત કહ્યું હતું કે આ વ્યક્તિનો સમય આવવાની રાહ છે, આ ઘણો ખાસ ખેલાડી બની જશે. અલીગઢના એક નાનકડા શહેરમાંથી આવતા રિંકુને હંમેશા મોટું વિચારવા અને હતું અને કામ કરવાની જરૂર હગતી. મને લાગે છે કે નાયરે આ માનસિકતાને લાવવા માટે ઘણું કામ કર્યું છે. નાયરે ડેથ ઓવર્સમાં રિંકુની પાવર હિટિંગ સ્કિલ્સને વધુ નિખારી છે.
કોચ તરીકે નાયરનું કદ વધ્યું છેઃ કાર્તિક
દિનેશ કાર્તિકે વધુમાં કહ્યું કે રિંકુ સિંહને જોતા મને લાગે છે કે કોચ તરીકે અભિષેક નાયરનું કદ વધ્યું છે. તે રિંકુ માટે જે ખુશી અનુભવે છે તે પણ દુનિયા સાથે શેર કરે છે. જ્યારે કોઈ શિક્ષક પોતાના એક વિદ્યાર્થીને વૈશ્વિક મંચ પર સારું પ્રદર્શન કરતા જુએ છે, ત્યારે તે અનુભૂતિ અનોખી હોય છે અને અભિષેક નસીબદાર છે કે તેણે તે ક્ષણને લાઇવ જોઈ છે.





