India vs Australia ODI Series Team India Announcement : રોહિત શર્માની કપ્તાની હેઠળ એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યા બાદ ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરિઝ રમશે છે. ભારત- ઓસ્ટ્રેલિયાની મેચ આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વનડે સિરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિરિઝની બીજી મેચ 24 સપ્ટેમ્બરે રમાશે જ્યારે ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.
કેએલ રાહુલ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો, આર અશ્વિનની વાપસી
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સિરિઝની પ્રથમ બે મેચ માટે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશીલની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત વિરાટ કોહલીને પણ આ વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ ટીમમાં ઓફ સ્પિનર આર અશ્વિનની વાપસી થઈ છે જ્યારે વોશિંગ્ટન સુંદર પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ વનડે સિરિઝની પ્રથમ બે મેચ માટે રવિન્દ્ર જાડેજાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. અશ્વિન 19 મહિના બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે.
આ વનડે સિરિઝ માટે ટીમ ઇન્ડિયામાં ઓપનર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને પણ સામેલ કરવામાં આવ્યો છે, જે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે શ્રેયસ અય્યર પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. શ્રેયસ એશિયા કપની સુપર 4 મેચમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા તેની પીઠમાં જકડાઈ જવાને કારણે ઘણી મેચ રમી શક્યો ન હતો, પરંતુ હવે તેને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. તિલક વર્મા એશિયા કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો, પરંતુ એક મેચમાં મોકો મળવા છતાં જાદુ દેખાડી શક્યો ન હતો. તે કાંગારૂ ટીમ સામે પણ ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. કુલદીપ યાદવને પણ પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે.
પ્રથમ બે વનડે માટેની ટીમ ઈન્ડિયા (Team India Players List For India vs Australia ODI Series)
ઇન્ડિયા- ઓસ્ટ્રેલિયા વનડે સિરિઝની પ્રથમ બે ક્રિકેટ મેચ માટેની ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર) અને રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન) હશે. તે ઉપરાંત ટીમમાં રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન બી, અશ્વિન, મોહમ્મદ અશ્વિન. શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ કરાયો છે.
ત્રીજી વનડે મેચ માટેની સ્પેશિયલ ટીમ ઇન્ડિયા (Team India Players List For India vs Australia ODI Series)
ત્રીજી વનડે મેચમાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ*, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સિરિઝનું શેડ્યૂલ (India vs Australia ODI Series Schedule)
પ્રથમ ODI મેચ – 22 સપ્ટેમ્બર, મોહાલીબીજી ODI મેચ – 24 સપ્ટેમ્બર, ઈન્દોરત્રીજી ODI મેચ – 27 સપ્ટેમ્બર, રાજકોટ
વનડે સિરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ (Australian cricket Team Players for Ind vs Aus ODI Series)
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇની , ડેવિડ વોર્નર, એડમ ઝમ્પાનો સમાવેશ કરાયો છે.