India vs Australia Test Cricket Match Score: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલ થઇ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે એડિલેટમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે જ કાંગારુ ટીમે સીરિઝમાં વાપસી કરી છે અને 5 મેચની સીરિઝને હાલ 1 – 1 થી બરાબરી કરી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 180 રન બનાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયા ટીમે પોતાની પ્રથમ બેટિંગમાં 337 રન બનાવ્યા અને 157 રનની બઢત મેળવી હતી.
ટીમ ઈન્ડિયાએ બીજી બેટિંગમાં 175 રન પર સમેટાઇ ગઇ અને રોહિત એન્ડ કંપની 18 રનની બઢત હાંસલ કરી શકી હતી. 19 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો. ઉસ્માન ખ્વાજા 9 રન અને મેકસ્વીની 10 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ટેસ્ટ મેચ સીરિઝનો બીજો મુકાબલો બ્રિસ્બેનમાં 14 ડિસેમ્બરે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ટીમે 295 રન બનાવી પોતાના નામે કરી હતી.
આ મેચમાં ટ્રેવિસ હેડ હાફ સેન્ચ્યુરી અને પેટ કમિન્સે બીજી શાનદાર બટિંગ કરી હતી. પ્રથમ બેટિંગમાં 6 વિકેટ મિચેલ સ્ટાર્કે ઝડપ્યા હતા. ભારત તરફથી એક પણ ખેલાડી હાફ સેન્ચ્યુરી પણ ફટકારી શક્યો નથી. હેડ ને પ્લેટર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો છે.
હાલ ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરીમાં છે. 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી બે મેચ બાદ 1 – 1 બરાબર છે. પર્થમાં ભારતને અને એડિલેટમાં ઓસ્ટ્રેલિયા એ ટેસ્ટ મેચ જીતી છે.





