Ind vs Aus World Cup 2023 Final: પેલેસ્ટાઈનનો સમર્થક સુરક્ષા કોર્ડન તોડી વિરાટ કોહલીને મળવા મેદાનમાં ધૂસ્યો, ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચની સુરક્ષામાં ગંભીર બેદરકારી

Ind vs Aus World Cup 2023 Final Man Invaded To Virat Kohli : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ 2023 ફાઈનલ મેચ દરમિયાન એક અજાણી વ્યક્તિ દોડને મેદાનમાં વિરાટ કોહલી પહોંચી જવાની ગંભીર ઘટના બની છે.આ વિદેશી નાગરિકની ટી-શર્ટ અને માસ્કના કારણે હંગામો સર્જાયો

Written by Ajay Saroya
November 19, 2023 18:22 IST
Ind vs Aus World Cup 2023 Final: પેલેસ્ટાઈનનો સમર્થક સુરક્ષા કોર્ડન તોડી વિરાટ કોહલીને મળવા મેદાનમાં ધૂસ્યો, ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચની સુરક્ષામાં ગંભીર બેદરકારી
વિરાટ કોહલીને મેદાનમાં મળવા પહોંચેલો અજાણી વ્યક્તિ (Photo - Jansatta)

India vs Australia World Cup 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઈ વોલ્ટેજ વર્લ્ડ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ચાલુ મેચ દરમિયાન મેદાનમાં સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીના કારણે એક ગંભીર ઘટના બની છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને તેની શરૂઆત બહુ સારી રહી ન હતી. પ્રથમ બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ, ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બેટિંગ કરી રહ્યા રહ્યા હતા ત્યારે મેદાન પર કંઈક એવું બન્યું જેણે દરેકના હૃદયના ધબકારા વધારી દીધા.

અજાણી વિદેશી નાગરિક વ્યક્તિ મેદાનમાં વિરાટ કોહલી પાસે દોડી ગયો

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટોચ જીત ઓસ્ટ્રેલયાએ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતીય ક્રિકેટ ટીમ બેટિંગ કરી રહી હતી. મેચની 14મી ઓવર ચાલી રહી હતી અને એડમ ઝમ્પા બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પછી અચાનક એક વ્યક્તિ સિક્યોરિટી કોર્ડન તોડીને મેદાનમાં દોડી આવ્યો. આ અજાણી વ્યક્તિ વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેને પાછળથી પકડી લીધો પરંતુ કોહલી જલ્દી જ તેનાથી દૂર થઈ ગયો. સુરક્ષાકર્મીઓએ તરત જ પોલીસકર્મી સહિત તે અજાણી વ્યક્તિને પકડી લીધો હતો.

અજાણી નાગરિક ક્યા દેશનો છે?

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન એક અજાણી વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો હતો. મેદાનમાં આવનાર વ્યક્તિએ સફેદ ટી-શર્ટ અને લાલ ચડ્ડી પહેરેલી હતી. તેના મોં પર માસ્ક હતો જેના પર પેલેસ્ટાઈનનો ધ્વજ હતો. ટી-શર્ટ પર લખ્યું હતું, ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’. આ વ્યક્તિના હાથમાં ધ્વજ પણ હતો. આ વ્યક્તિને મેદાનમાંથી બહાર લાવવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. આ વ્યક્તિને ચંદ્રખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તે સમયે ન તો તેના ચહેરા પર માસ્ક હતો અને ન તો તેણે અન્ય કોઈ ટી-શર્ટ પહેરી હતી. જેલમાં જતા વ્યક્તિએ કહ્યું, ‘મારું નામ જોન છે, હું ઓસ્ટ્રેલિયાથી છું. હું પેલેસ્ટાઈનનું સમર્થન કરું છું. હું વિરાટ કોહલીને મળવા મેદાનમાં ગયો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સરુક્ષા વ્યવસ્થામાં બેદરકારી

સોશિયલ મીડિયા પર આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે આ ખૂબ જ સાહસિક કૃત્ય છે. કેટલાકે કહ્યું કે આ સંદેશ મેળવવો મહત્વપૂર્ણ છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હતા જેમણે ખેલાડીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું માનવું હતું કે ફાઈનલ મેચમાં જો કોઈ આ રીતે મેદાનમાં પ્રવેશી શકે છે તો તે ખેલાડીઓની સુરક્ષામાં મોટો ભંગ છે.

વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. પરંતુ વિરાટ કોહલીએ હવે તેને પાછળ રાખી દીધો છે. વન ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં હવે કોહલી બીજા ક્રમે આવી ગયો છે. પોન્ટિંગ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.

આ પણ વાંચો | વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો, પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. તેણે 2278 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 1762 રન (સમાચાર લખતા સમયે) આ યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. જ્યારે રિકી પોન્ટિંગ 1743 રન સાથે ત્રીજા ક્રમે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 1575 રન સાથે ચોથા નંબર પર છે જ્યારે કુમાર સંગાકારા 1532 રન સાથે પાંચમાં નંબર પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ