India vs Bangladesh 1st Test: ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ મેચ પ્રથમ દિવસે અશ્વિન અને જાડેજાએ રંગ રાખ્યો

India vs Bangladesh 1st Test: અશ્વિનના 112 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે અણનમ 102 રન. જાડેજાના 117 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે અણનમ 86 રન

India vs Bangladesh 1st Test: અશ્વિનના 112 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે અણનમ 102 રન. જાડેજાના 117 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે અણનમ 86 રન

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
India vs Bangladesh 1st Test

ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ મેચ - photo Jansatta

IND vs BAN 1st Test Match : આર અશ્વિનની અણનમ સદી (102), રવિન્દ્ર જાડેજાના અણનમ 86 અને યશસ્વી જયસ્વાલના 56 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રભુત્વ મેળવી લીધું છે. પ્રથમ દિવસના અંતે ભારતે 80 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 339 રન બનાવી લીધા છે. દિવસના અંતે અશ્વિન 102 અને જાડેજા 86 રને રમતમાં છે. અશ્વિને 112 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે 102 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 117 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે 86 રન બનાવ્યા હતા.

Advertisment

એકસમયે ભારતે 144 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અશ્વિન અને જાડેજાએ 195 રનની અણનમ ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. બાંગ્લાદેશ તરફથી હસન મહમુદે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.

રોહિત, કોહલી સસ્તામાં આઉટ

રોહિત શર્મા હસન મહેમૂદના હાથે સ્લિપમાં નઝમુલ હસન શાંતોના હાથે કેચ આઉટ થયો હતો. તે 6 રન બનાવીને આઉટ થયો હતો. રાહિત શર્મા આઉટ થયા બાદ શુભમન ગિલ પણ પેવેલિયન ભેગો થયો હતો. હસન મહમૂદે શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુભમન ગિલ ખાતું ખોલાયા વગર જ પેવેલિયન ભેગો થયો હતો. વિરાટ કોહલી 6 રને આઉટ થયો હતો.

ચેન્નાઈ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

ચેન્નાઈ સ્થિત એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ પીચની વાત કરીએ તો આ પીચ સામાન્ય રીતે સ્પિનર્સ માટે ખાસ માનવામાં આવે છે. આ મેદાનમાં કૂલ નવ પીચ છે. જેમાંથી ત્રણ પીચ મુંબઇથી લાવવામાં આવેલ ખાસ લાલ માટીથી બનાવવામાં આવી છે. જોકે લાલ માટીની આ પીચ થોડી અલગ છે. જે ફાસ્ટ બોલર માટે ખાસ છે. આ પીચ પર ફાસ્ટ બોલર્સને બાઉન્સ મળે છે.

Advertisment

ચિદમ્બર સ્ટેડિયમ ખાતે ત્રણે વર્ષ બાદ ટેસ્ટ

ચેન્નાઈ સ્થિત એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે છેલ્લે 2021 માં ટેસ્ટ મેચ રમાઇ હતી. જે ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ લાલ માટીની પીચ પર રમાઇ હતી. મેચના ચોથા દિવસથી પીચ તૂટવા લાગી હતી.

ટીમ ઇન્ડિયા પ્લેયર્સ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ

બાંગ્લાદેશ ટીમ પ્લેયર્સ

નજમુલ હુસૈન શાન્તો (કેપ્ટન), મોમિનુલ હક, મુશ્ફિકુર રહીમ, શાદમાન ઈસ્લામ, જાકિર હસન, શાકિહ અલ હસન, લિટન દાસ, મહેદી હસન સિરાજ, તસ્કીન અહમદ, હસન મહમૂદ, નાહિદ રાણા

ભારત ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ