IND vs BAN 2nd TEST: ભારત 7 વિકેટથી બીજી ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશનો વ્હાઇટવોશ 2-0 થી શ્રેણી હાર્યું

IND vs BAN 2nd Test: ભારત વિ બાંગ્લાદેશ 2જી ટેસ્ટ મેચ રોમાંચક બની છે. ભારત જીતની નજીક પહોંચ્યું છે. બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલ આઉટ થયું છે. ભારતને જીત માટે 95 રનનો ટારગેટ છે.

Written by Haresh Suthar
Updated : October 01, 2024 14:12 IST
IND vs BAN 2nd TEST: ભારત 7 વિકેટથી બીજી ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશનો વ્હાઇટવોશ 2-0 થી શ્રેણી હાર્યું
India vs Bangladesh 2nd Test: ભારત વિ બાંગ્લાદેશ 2જી ટેસ્ટ મેચ ભારત જીત માટે દાવેદાર (ફોટો ક્રેડિટ સોશિયલ)

India vs Bangladesh 2nd Test: ભારત પ્રવાસે આવેલ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ બીજી ટેસ્ટ મેચમાં મુશ્કેલ સ્થિતિમાં મુકાયું અને છેવેટે ભારત 7 વિકેટથી મેચ જીતી ગતું. આજે પાંચમા દિવસે રમત શરુ થતાં બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલ આઉટ થયું હતું. ભારતે બીજા દાવમાં માત્ર 17.2 ઓવરમાં 98 રન બનાવી મેચ પોતાને નામ કરી. આ જીત સાથે ભારત 2-0 થી શ્રેણી જીતી બાંગ્લાદેશને ક્લિન સ્વિપ કર્યું છે.

ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરીઝમાં 2જી ટેસ્ટ મેચમાં આજે આખરી અને પાંચમા દિવસની રમત રમાઇ હતી. બાંગ્લાદેશે બીજી ઇનિંગ આગળ શરુ કરી હતી. પરંતુ ભારતીય ઘાતક બોલિંગ સામે તેઓ ટકી શક્યા ન હતા. આખી ટીમ 146 રનમાં ઓલ આઉટ થઇ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારત 17.2 ઓવરમાં મેચ જીત્યું

બાંગ્લાદેશ તરફથી અપાયેલા ટારગેટનો પીછો કરતાં ભારતે માત્ર 17.2 ઓવરમાં 98 રન બનાવી મેચ જીતી લીધી. ભારત તરફથી સૌથી વધુ 51 રન યશસ્વી જયસ્વાલે બનાવ્યા. વિરાટ કોહલી 29 રન પર અને ઋષભ પંત 4 રને અણનમ રહ્યા હતા. જ્યારે રોહિત શર્મા 8 રન, શુભમન ગિલ 6 રન બનાવી આઉટ થયા હતા. ભારતે સ્ફોટક રમત બતાવી 7 વિકેટથી મેચ જીતી છે.

ભારત રેકોર્ડ બ્રેક પ્રથમ ઇનિંગ

વરસાદ વિધ્ન વચ્ચે ભારતે ડ્રો થનાર ટેસ્ટ મેચને જીતમાં પલટી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં સ્ફોટક બેટીંગ કરી રેકોર્ડ બનાવ્યો. માત્ર 34.4 ઓવરમાં 285 રન બનાવી દાલ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 51 બોલમાં 72 રન કર્યા હતા. કે એલ રાહુલે 43 બોલમાં 68 રન કર્યા હતા. શુભમન ગિલ 39, વિરાટ કોહલી 47 અને રોહિત શર્માએ 23 રન કર્યા હતા.

બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ સ્કોર 233 રન

બાંગ્લાદેશ પહેલા દાવ લેતાં પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ પર 233 રન બનાવ્યા હતા. જેમાં મોમિનુલ હક 107 રન બનાવી અણનમ રહ્યો હતો. શાદમાન ઇસ્લામ 24 રન અને નઝમુલ હુસૈન શાન્તોએ 31 રન બનાવ્યા હતા.જસપ્રીત બુમરાહ 3 વિકેટ, સિરાજ 2 વિકેટ, અશ્વિન 2 વિકેટ, આકાશ દિપ 2 વિકેટ અને જાડેજાને એક વિકેટ મળી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ