scorecardresearch

IND vs BAN: ભારતે 7 વર્ષ બાદ બાંગ્લાદેશમાં જીતી વન-ડે, છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 227 રનથી હરાવ્યું

India vs Bangladesh 3rd ODI Match: આ પહેલા ભારતે બાંગ્લાદેશમાં 24 જૂન 2015ના રોજ વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતી હતી. ત્યારબાદ તેમણે મીરપુરમાં યજમાન ટીમને 77 રનથી હરાવ્યું હતું. રનના મામલામાં વનડેમાં ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે.

IND vs BAN: ભારતે 7 વર્ષ બાદ બાંગ્લાદેશમાં જીતી વન-ડે, છેલ્લી મેચમાં બાંગ્લાદેશને  227 રનથી હરાવ્યું
ફાઇલ તસવીર

India vs Bangladesh 3rd ODI Match: ભારતે 12 ડિસેમ્બર 2022 ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 3 મેચની શ્રેણીની છેલ્લી ODIમાં 227 રને હરાવ્યું હતું. આ પહેલા ભારતે બાંગ્લાદેશમાં 24 જૂન 2015ના રોજ વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતી હતી. ત્યારબાદ તેમણે મીરપુરમાં યજમાન ટીમને 77 રનથી હરાવ્યું હતું. રનના મામલામાં વનડેમાં ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે.

આજની મેચની વાત કરીએ તો ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈશાન કિશનની બેવડી સદી અને વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 409 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઇશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ અને બાંગ્લાદેશના મેહિદી હસન મિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઈશાન કિશને 131 બોલમાં 210 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 91 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની આ 72મી આંતરરાષ્ટ્રીય સદી છે. તે જ સમયે, આ તેની ODI ક્રિકેટમાં 44મી સદી છે.

ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ (5-0-30-3) વિકેટ લીધી હતી. અક્ષર પટેલ (5-0-22-2) અને ઉમરાન મલિક (8-0-43-2) એ બે-બે વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ (5-0-27-1), કુલદીપ યાદવ (10-1-53-1) અને વોશિંગ્ટન સુંદર (1-0-2-1) પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

બાંગ્લાદેશ માટે કેપ્ટન લિટન દાસ (29), શાકિબ અલ હસન (43), યાસિર અલી (25), મહમુદુલ્લાહ (20), તસ્કીન અહેમદ (17) અને મુસ્તફિઝુર રહેમાન (13) જ બે આંકડામાં પહોંચી શક્યા હતા. બાંગ્લાદેશે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. ભારતીય ટીમે 2 ફેરફારો સાથે મેચમાં પ્રવેશ કર્યો હતો. આ સિરીઝમાં બાંગ્લાદેશના કેપ્ટને 3 મેચમાં ત્રણેય ટોસ જીત્યા છે.

Web Title: India vs bangladesh 3rd odi match cricket score after 7 year

Best of Express