India vs Bangladesh Asia Cup Score : એશિયા કપ 2023 માં સુપર 4 તબક્કાની છઠ્ઠી મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો શરુ થયો છે. ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ લીધી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ ફાઇનલ મેચ રમાશે. ભારતની આજની બાંગ્લાદેશ સામેની મેચ ભારત માટે માત્ર ઔપચારિક મેચ છે. ભારતે સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.
ભારત vs બાંગ્લાદેશ છેલ્લા પાંચ મુકાબલા
ભારતે 227 રનથી જીત મેળવી હતી
ઈશાન કિશન (210)ની સનસનાટીભરી બેવડી સદી અને વિરાટ કોહલી (113) સાથે તેની 280 રનની ભાગીદારીથી ભારતે બાંગ્લાદેશને 227 રનથી હરાવ્યું.
બાંગ્લાદેશ 5 રને જીત્યું
મેહિદી હસન મિરાઝ (100 અણનમ અને 2/46) ના ઓલરાઉન્ડ પ્રદર્શનથી બાંગ્લાદેશને ભારત સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો.
બાંગ્લાદેશ 1 વિકેટે જીત્યું
ઓછા સ્કોરિંગ થ્રીલરમાં, મેહદી હસન મિરાઝે નંબર 11 મુસ્તાફિઝુર રહેમાન સાથે અણનમ 51 રનની ભાગીદારી કરી બાંગ્લાદેશને ભારતને 1 વિકેટથી હરાવ્યું.
ભારત 28 રને જીત્યું
રોહિત શર્માની સદી અને જસપ્રિત બુમરાહની ચાર વિકેટની મદદથી ભારતે 2019 ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું.
ભારત 3 વિકેટે જીત્યું
ભારતે કેદાર જાધવ (23 અણનમ)ની ઇનિંગથી બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને 2018 એશિયા કપ જીત્યો હતો. આ મેચમાં બાંગ્લાદેશ તરફથી લિટન દાસે શાનદાર સદી ફટકારી હતી.
બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીની સરેરાશ 60 થી વધુ છે
વિરાટ કોહલી vs બાંગ્લાદેશ
ઇનિંગ્સ : 15રન: 807સ્ટ્રાઈક રેટ: 101.25સરેરાશ: 67.25અડધી સદી: 3સદીઓ: 4
બાંગ્લાદેશની સંપૂર્ણ ટીમ
શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક બિજોય, નજમુહ હુસેન શાંતો, તૌ હિદ હૃદય, અફીફ હુસેન ધ્રુબો, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, નસુમ અહેમદ, શાક મેહદી હસન, નઈમ શેખ , શમીમ હુસૈન, તનજીદ હસન તમીમ, તનજીદ હસન સાકિબ.
ભારતની સંપૂર્ણ ટીમ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી., મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બાંગ્લાદેશ સામેની ભારતની છેલ્લી સુપર 4 મેચમાં વરસાદને કારણે રમતને થોડો સમય રોકવી પડી શકે છે. AccuWeather અનુસાર, સાંજે 5-6 વાગ્યાની વચ્ચે વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. વરસાદના કિસ્સામાં પણ તેની વધુ અસર નહીં થાય કારણ કે, ભારત પહેલા જ ફાઇનલમાં પહોંચી ગયું છે અને બાંગ્લાદેશ તેની બંને મેચ હારીને બહાર થઈ ગયું છે, જેના કારણે આ મેચ બંને માટે બિનમહત્વપૂર્ણ બની જશે. જોકે, વર્લ્ડ કપના ચિત્રને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે ઘણું બધું છે.





