India vs Bangladesh Score 1st T20I, ભારત વિ બાંગ્લાદેશ પ્રથમ ટી 20 : અર્શદીપ સિંહ (3 વિકેટ) અને વરુણ ચક્રવર્તી (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશ 19.5 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 132 રન બનાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બીજી ટી 20 મેચ 9 ઓક્ટોબરે રમાશે.
ભારત ઇનિંગ્સ
-હાર્દિક પંડ્યાના 16 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અણનમ 39 રન
-નીતિશ કુમાર રેડ્ડીના 15 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 16 રન.
-ભારતે 9.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-સંજુ સેમસન 19 બોલમાં 6 ફોર સાથે 29 રન બનાવી મહેંદી હસન મિરાઝનો શિકાર બન્યો
-સૂર્યકુમાર યાદવ 14 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 29 રને મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અભિષેક શર્મા 7 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 16 રને રન આઉટ.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલે 2024માં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારી, જાણો રોહિત શર્મા, સૂર્ય કુમાર કયા નંબર પર
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-ભારત તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા, મયંક યાદવ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી.
-મહેંદી હસન મિરાઝના 32 બોલમાં 3 ફોર સાથે અણનમ 35 રન.
-મુશ્તાફિઝુર રહેમાન 1 રને અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ.
-શોરીફુલ ઇસ્લામ ખાતું ખોલાયા વિના હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ.
-તસ્કીન અહમદ 13 બોલમાં 1 ફોર સાથે 12 રન બનાવી રન આઉટ થયો
-બાંગ્લાદેશે 15 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રિશાદ હુસેન 5 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 11 રને વરુણનો ત્રીજો શિકાર બન્યો.
-નજમુલ હુસેન શાંતો 25 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 27 રને વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો.
-જેકર અલી 6 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી વરુણની ઓવરમાં બોલ્ડ.
-બાંગ્લાદેશે 8.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-મહમુદુલ્લાહ 2 બોલમાં 1 રન બનાવી મયંક યાદવની ઓવરમાં આઉટ.
-તોહીદ હિદોય 18 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થો.
-પરવેઝ હુસેન 9 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી અર્શદીપ સિંહનો બીજો શિકાર બન્યો.
-લિટ્ટન દાસ 2 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
-પ્રથમ ટી-20માં મયંક યાદવ અને નીતિશ રેડ્ડીએ ડેબ્યુ કર્યું છે. મયંકને મુરલી કાર્તિકે જ્યારે નીતિશ રેડ્ડીને પાર્થિવ પટેલે ડેબ્યુ કેપ સોંપી હતી.
-ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ.
બાંગ્લાદેશ : લિટ્ટન દાસ, નજમુલ હુસેન શાંતો(કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, તોહીદ હિદોય, મહમુદુલ્લાહ, જેકર અલી, મેહેંદી હસન મિરાઝ, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.





