India vs Bangladesh 3rd T20I Score, IND vs BAN Match Today, ભારત વિ. બાગ્લાદેશ ત્રીજી ટી 20 સ્કોર : સંજુ સેમસનની સદી (111) અને સૂર્યકુમાર યાદવના આક્રમક 75 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી-20 મેચમાં 133 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન બનાવ્યા હતા. ભારત તરફથી સંજુ સેમસને સૌથી વધારે 111 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવી શક્યું હતું.
બાંગ્લાદેશ તરફથી તોહિદ હિદોયે અણનમ 63 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઇએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી . આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં બાંગ્લાદેશમો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-ભારત તરફથી રવિ બિશ્નોઇએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. મયંક યાદવને 2 વિકેટ મળી.
-બાંગ્લાદેશના 20 ઓવરમાં વિકેટે 164 રન.
-તોહિદ હિદોયના 42 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અણનમ 63 રન.
-બાંગ્લાદેશે 17.5 ઓવરમાં 150 રન બનાવ્યા.
-તોહિદ હિદોયે 35 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-રિસાદ હુસેન ખાતું ખોલાયા વિના રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.
-મહેંદી હસન 9 બોલમાં 3 રન બનાવી નીતિશ રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ.
-મહમુદુલ્લાહ 9 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી મયંક યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-લિટ્ટન દાસ 25 બોલમાં 8 ફોર સાથે 42 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.
-બાંગ્લાદેશે 10.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-નઝમુલ હુસેન શાંતો 11 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 14 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં આઉટ.
-બાંગ્લાદેશે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-તાન્ઝિદ હસન 12 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો.
-પરવેઝ હુસેન ઇમોન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મયંક યાદવની ઓવરમાં આઉટ.
આ પણ વાંચો – ભારત 300 રન ચુક્યું પણ રચ્યો ઇતિહાસ, ટી-20માં આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
ભારત ઇનિંગ્સ
-બાંગ્લાદેશ તરફથી તાસ્કિન હસન શાકિબે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 297 રન.
-રિંકુ સિંહના 4 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 8 રન
-નીતિશ રેડ્ડી પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના તાન્ઝિન હસન શાકિબનો શિકાર બન્યો.
-હાર્દિક પંડ્યાના 18 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે 47 રન.
-રિયાન પરાગ 13 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે 34 રન બનાવી તાસ્કિન અહમદનો શિકાર બન્યો.
-ભારતે 16.4 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવ 35 બોલમાં 8 ફોર 5 સિક્સર સાથે 75 રન બનાવી મહમદુલ્લાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-સંજુ સેમસન 47 બોલમાં 11 ફોર 8 સિક્સર સાથે 111 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યો.
-ભારતે 14 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-સંજુ સેમસને 40 બોલમાં 9 ફોર 8 સિક્સર સાથે 100 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવે 23 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
–ભારતે 10 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ભારતે 7.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-સંજુ સેમસને 22 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અભિષેક શર્મા 4 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી તાન્ઝીન હસન શાકીબની ઓવરમાં કેચ આઉટ.
-ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
-મહમુદુલ્લાહની આ આખરી ટી-20 ઈન્ટરનેશનલ મેચ. તે ટીમ માટે 141 ટી-20 મેચ રમ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, મયંક યાદવ.
બાંગ્લાદેશ : લિટ્ટન દાસ, નજમુલ હુસેન શાંતો(કેપ્ટન), પરવેઝ હુસેન ઈમોન, તાન્ઝીદ હસન, તોહીદ હિદોય, મહમુદુલ્લાહ, મેહેંદી હસન, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, તાન્ઝીન હસન શાકિબ, મુસ્તાફિઝુર રહેમાન.