/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/India-vs-Bangladesh-2nd-T20I-Score.jpg)
India vs Bangladesh Updates 2nd T20I: બીજી ટી 20 માં ભારતનો બાંગ્લાદેશ સામે વિજય (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
India vs Bangladesh 2nd T20I Score, IND vs BAN Match Today, ભારત વિ. બાગ્લાદેશ બીજી ટી 20 સ્કોર : નીતિશ કુમાર રેડ્ડી (74)અને રિંકુ સિંહની (53)અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં 86 રને વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટે 135 રન બનાવી શક્યું હતું.
ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધારે 74 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના રિસાદ હુસેને 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધારે 41 રન બનાવ્યા હતા. ભારતના નીતિશ કુમાર રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.
-મહમુદુલ્લાહ 39 બોલમાં 3 સિક્સર સાથે 41 રન બનાવી નીતિશ રેડ્ડીનો શિકાર બન્યો.
-તાન્ઝીમ હસન શાકિબ 10 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી નીતિશ કુમાર રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ થયો.
-રિસાદ હુસેન 10 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ.
-જેકર અલી 2 બોલમાં 1 રન બનાવી મયંક યાદવની ઓવરમાં કેચ આઉટ.
-મહેંદી હસન મિરાઝ 16 બોલમાં 1 ફોર સાથે 16 રન બનાવી રિયાન પરાગની ઓવરમાં કેચ આઉટ.
-બાંગ્લાદેશે 7.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-તોહીદ હિદોય 6 બોલમાં 2 રન બનાવી અભિષેક શર્માની ઓવરમાં બોલ્ડ.
-લિટ્ટન દાસ 11 બોલમાં 1 સિક્સર સાથે 14 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો.
-નજમુલ હુસેન શાંતો 7 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં કેચ આઉટ.
-પરવેઝ હુસૈન ઇમોન 12 બોલમાં 3 ફોર સાથે 16 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો.
ભારત ઇનિંગ્સ
-બાંગ્લાદેશ તરફથી રિસાદ હુસેને સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-અર્શદીપ સિંહ 2 બોલમાં 6 રન બનાવી કેચ આઉટ.
-વરુણ ચક્રવર્તી 2 બોલમાં ખાતું ખોલાયા વિના રિસાદ હુસેનની ઓવરમાં કેચ આઉટ.
-હાર્દિક પંડ્યા 19 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 32 રન બનાવી રિસાદ હુસેનની ઓવરમાં આઉટ.
-રિયાન પરાગ 6 બોલમાં 2 સિક્સર સાથે 15 રન બનાવી તાસ્કિન અહમદ શાકિબની ઓવરમાં કેચ આઉટ.
-ભારતે 18.2 ઓવરમાં 200 રન બનાવ્યા.
-રિંકુ સિંહ 29 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 53 રન બનાવી તસ્કીન અહમદનો શિકાર બન્યો.
-ભારતે 13.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-નીતિશ કુમાર રેડ્ડી 34 બોલમાં 4 ફોર 7 સિક્સર સાથે 74 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-નીતિશ કુમાર રેડ્ડીએ 27 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-ભારતે 10 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ભારતે 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવ 8 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ.
-અભિષેક શર્મા 11 બોલમાં 3 ફોર સાથે 15 રન બનાવી તાસ્કિન અહમદ શાકિબની ઓવરમાં બોલ્ડ.
-સંજુ સેમસન 7 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી તસ્કિન અહેમદનો શિકાર બન્યો.
-બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી કોહલીનો રેકોર્ડ તોડ્યો, રોહિત શર્માની બરાબરી કરી
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ.
બાંગ્લાદેશ : લિટ્ટન દાસ, નજમુલ હુસેન શાંતો(કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, તોહીદ હિદોય, મહમુદુલ્લાહ, જેકર અલી, મેહેંદી હસન મિરાઝ, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, તાન્ઝીન હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us