/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Virat-Kohli-Instagram-Image.jpg)
Virat Kohli Records: વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં વધુ એક રેકોર્ડ બનાવશે (ફોટો ક્રેડિટ વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ)
Virat Kohli Fastest 27000 runs: વિરાટ કોહલી સાચે જ ક્રિકેટ જગતનો બાદશાહ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટના અનેક રેકોર્ડ વિરાટ કોહલી પાસે છે. ભારત વિ બાંગ્લાદેશ શ્રેણીમાં વિરાટ વધુ એક રેકોર્ડ પોતાને નામ કરવા જઇ રહ્યો છે. ઇન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી ઝડપે 27000 રન કરવાના રેકોર્ડથી તે માત્ર 58 રન જ દૂર છે. આ સાથે તે સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે.
ક્રિકેટ ઇતિહાસમાં વિરાટ કોહલી વિવિધ રેકોર્ડ ધરાવે છે. રન મશીન વિરાટ કોહલીનું બેટ એકવાર શરુ થાય પછી અટકવાનું જાણે નામ લેતું નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપે 16000, 17000, 18000, 19000, 20000, 21000, 22000, 23000, 24000, 25000, 26000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલી ધરાવે છે. હવે સૌથી ઝડપે 27000 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાને નામ કરવાથી થોડો જ દૂર છે.
વિરાટ કોહલી રેકોર્ડથી માત્ર 58 રન દૂર
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી એ અત્યાર સુધીમાં 591 ઇનિંગ્સમાં 26,942 રન બનાવ્યા છે અને હવે 27000 રન બનાવવામાં માત્ર 58 રનની જ જરુર છે. સચિન તેડુંલકરે આ સિધ્ધિ 623 ઇનિંગ્સમાં મેળવી છે. હવે જો વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં 58 રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી પોતાને નામ વધુ એક રેકોર્ડ બનાવી લેશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 27000 રન બનાવવાની સિધ્ધિ ત્રણ ખેલાડીઓ સચિન તેંડુલકર, કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગ ધરાવે છે. હવે વિરાટ કોહલી આ સિધ્ધિ મેળવવા જઇ રહ્યો છે. વિરાટ કોહલી 58 રન બનાવી આ દિગ્ગજ ખેલાડીઓની એલીટ યાદીમાં આવી જશે.
આ પણ વાંચો - વિરાટ કોહલી 21મી સદીનો મહાન ખેલાડી નંબર 1
આ ઉપરાંત વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પણ 9000 રન પૂર્ણ કરવાની નજીક છે. આ માટે વિરાટને 152 રનની જરુર છે. ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 કે વધુ રન સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે જ બનાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us