IND vs BAN Test Series: પાકિસ્તાનને એની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં પરાજિત કર્યા બાદ બાંગ્લાદેશ ટીમ હવે ભારતીય ટીમ સામે ટકરાવાની છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ બાંગ્લાદેશ ટીમનો આત્મવિશ્વાસ આસમાને છે. જોકે ભારત સામે બાંગ્લાદેશ ટીમની કસોટી થવાની છે. ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી20 મેચની શ્રેણી પૂર્વે બાંગ્લાદેશી ખેલાડી લિટન દાસે પોતાની ટીમની પોલ ખોલી છે.
બાંગ્લાદેશ સ્ટાર બેટ્સમેન લિટન દાસે ભારત પ્રવાસ પહેલા ટીમની મોટી કમજોરી અંગે ખુલાસો કર્યો છે. પાકિસ્તાન સામે શ્રેણી જીત્યા હોવા છતાં બાંગ્લાદેશ ટીમને ભારત સામેની શ્રેણી માટે ડર છે. તેણે કહ્યું કે, બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતીય બોલરો પરંતુ ભારતીય બોલથી ડર લાગી રહ્યો છે.
ભારતમાં ટેસ્ટ મેચ માટે કયો બોલ?
ભારતમાં રમાતી ટેસ્ટ મેચમાં એસજી (SG) બોલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બાંગ્લાદેશમાં સામાન્ય રીતે કૂકાબૂરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. બાંગ્લાદેશ સામાન્ય રીતે આ બોલથી જ ક્રિકેટ રમે છે. પાકિસ્તાન સામેની તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં જ આ બોલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- બાંગ્લાદેશ સામે બુમરાહને કેમ બનાવ્યો વાઇસ કેપ્ટન
એસજી (SG) બોલથી રમવું મુશ્કેલ
બાંગ્લાદેશ ખેલાડી લિટન દાસે ઇએસપીએનક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભારતમાં જે બોલનો ઉપયોગ કરવામાં આવે છે તે અલગ છે. એસજી બોલથી રમવું ઘણું મુશ્કેલ છે. કૂકાબૂરા બોલ જુનો થાય એમ એ રમવો આસાન થાય છે. જ્યારે એસજી બોલમાં વિપરીત છે. બોલ જેમ જુનો થાય એમ રમવો મુશ્કેલ થઇ પડે છે.





