બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને કેમ ન બનાવ્યો વાઇસ કેપ્ટન? જાણો કારણ

India vs Bangladesh Test : જસપ્રીત બુમરાહે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. જોકે તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં તે આ પદ પર રહેશે નહીં

Written by Ashish Goyal
September 10, 2024 14:51 IST
બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને કેમ ન બનાવ્યો વાઇસ કેપ્ટન? જાણો કારણ
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (તસવીર - બુમરાહ ટ્વિટર)

India vs Bangladesh Test : ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. જોકે તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં તે આ પદ પર રહેશે નહીં. જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ રહેશે પણ તે વાઇસ કેપ્ટનને બદલે ટીમના નિયમિત સભ્ય તરીકે રમશે.

પંત અને રાહુલ ભાવિ કેપ્ટન?

ટીમની અંદર કેએલ રાહુલ, ઋષભ પંત અને વિરાટ કોહલીની સાથે જસપ્રીત બુમરાહને મુખ્ય ખેલાડી માનવામાં આવે છે. વિરાટ કોહલીએ કોઈ પણ સત્તાવાર નેતૃત્વની ભૂમિકાથી બચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. કેએલ રાહુલ અને ઋષભ પંતને સંભવિત ભાવિ ટેસ્ટ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે ટીમે બાંગ્લાદેશની શ્રેણી માટે કોઈ વાઈસ કેપ્ટનની નિયુક્તિ કરી નથી.

ઈજાનો ઇતિહાસ બન્યો વિધ્ન?

જસપ્રીત બુમરાહ માટે વાઇસ કેપ્ટનશિપની ભૂમિકાની ગેરહાજરી દર્શાવે છે કે બીસીસીઆઇ અને ટીમ મેનેજમેન્ટ તેને ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહ્યા નથી. આ વિચાર તેના વર્કલોડને કાળજીપૂર્વક મેનેજ કરવાની જરૂરિયાતથી ઉભો થયો છે. જસપ્રીત બુમરાહે ભારતની કેપ્ટનશિપ કરી છે. 2022માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ અને 2023માં આયર્લેન્ડ સામેની મેચમાં પણ તેના નેતૃત્વની પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો – બાંગ્લાદેશ સામે અજેય છે ભારતીય ટીમ, જોકે આ 4 કારણોને લીધે હળવાશથી લેવી ભારે પડશે

કેપ્ટનની સતત ઉપલબ્ધતા મહત્વની છે અને બુમરાહની ઈજાનો ઈતિહાસ તેમાં અવરોધ ઊભો કરી શકે છે. ગૌતમ ગંભીરે હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી તે પછી વાઈસ કેપ્ટનશિપ તરફનો ભારતનો અભિગમ બદલાઈ ગયો છે. ટી-20 ઈન્ટરનેશનલમાં હાર્દિક પંડયાના સ્થાને સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી હતી. શુભમન ગિલે વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલ બંનેમાં વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી છે. આ કારણે ટેસ્ટ ક્રિકેટમાં તેની સંભવિત ભૂમિકા અંગે અટકળો ચાલી રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ તારીખ 19મી સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરુ થશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ