/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/IND-vs-END-1st-T20-Live-Score.jpg)
IND vs END 1st T20 Live Score: ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટી 20 મેચ
India (IND) vs England (ENG) 1st T20 Score Today Match, ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટી 20 સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ અભિષેક શર્માની અડધી સદીની (79) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી 20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 10 વિકેટે 132 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઇમાં રમાશે.
ભારત તરફથી અભિષેક શર્માએ 34 બોલમાં 5 ફોર 8 સિક્સર સાથે 79 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી બટલરે સૌથી વધારે 68 રન બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઇંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જૈકબ બેથેલ, જેમી ઓવરટન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, માર્ક વુડ.
ભારત : સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ , અર્શદીપ સિંહ.
- Jan 22, 2025 22:38 IST
IND vs ENG 1st T20 Live Score : વરુણ ચક્રવર્તી મેન ઓફ ધ મેચ
23 રનમાં 3 વિકેટ ઝડપનાર વરુણ ચક્રવર્તીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
- Jan 22, 2025 22:01 IST
IND vs ENG 1st T20 Live Score : પ્રથમ ટી 20માં ભારતનો 7 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ અભિષેક શર્માની અડધી સદીની (79) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી 20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 10 વિકેટે 132 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઇમાં રમાશે.
- Jan 22, 2025 22:01 IST
IND vs ENG 1st T20 Live Score : તિલક વર્માના અણનમ 16
તિલક વર્માના 16 બોલમાં 3 ફોર સાથે અણનમ 19 અને હાર્દિક પંડ્યાના 4 બોલમાં અણનમ 3 રન. ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી
- Jan 22, 2025 21:58 IST
IND vs ENG 1st T20 Live Score : અભિષેક શર્મા 79 રને આઉટ
અભિષેક શર્માના 34 બોલમાં 5 ફોર 8 સિક્સરની મદદથી 79 રન. તે રાશિદની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 125 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 21:41 IST
IND vs ENG 1st T20 Live Score : અભિષેક શર્માની અડધી સદી
અભિષેક શર્માએ 20 બોલમાં 3 ફોર 6 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
- Jan 22, 2025 21:19 IST
IND vs ENG 1st T20 Live Score : સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાયા વિના આઉટ
સૂર્યકુમાર યાદવ 3 બોલમાં ખાતું ખોલાયા વિના જોફ્રા આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ભારતે 41 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 21:17 IST
IND vs ENG 1st T20 Live Score : સેમસમ 26 રને આઉટ
સંજુ સેમસન 20 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 26 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો. ભારતે 41 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 20:40 IST
IND vs ENG 1st T20 Live Score : ઇંગ્લેન્ડ 132 રને ઓલઆઉટ
પ્રથમ ટી 20માં ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઇ ગયું. ભારતને જીતવા માટે 133 રનનો પડકાર મળ્યો છે.
- Jan 22, 2025 20:39 IST
IND vs ENG 1st T20 Live Score : જોફા આર્ચર 12 રને આઉટ
જોફા આર્ચર 10 બોલમાં 1 ફોર સાથે 12 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 130 રને નવમી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 20:25 IST
IND vs ENG 1st T20 Live Score : બટલર 68 રને આઉટ
જોશ બટલર 44 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે 68 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 109 રને આઠમી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 20:24 IST
IND vs ENG 1st T20 Live Score : ઇંગ્લેન્ડને સાતમો ફટકો
જેકોબ બેથલ 7, ઓવરટન 2 અને એટકિન્સન 2 રને આઉટ થયા. ઇંગ્લેન્ડે 103 રને સાતમી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 20:03 IST
IND vs ENG 1st T20 Live Score : બટલરની અડધી સદી
જોશ બટલરે 34 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
- Jan 22, 2025 19:45 IST
IND vs ENG 1st T20 Live Score : લિવિંગસ્ટોન ખાતું ખોલાયા વિના આઉટ
લિયામ લિવિંગસ્ટોન બે બોલમાં ખાતું ખોલાયા વિના વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. વરુણની બીજી સફળતા મળી.
- Jan 22, 2025 19:43 IST
IND vs ENG 1st T20 Live Score : હેરી બ્રુક 17 રને આઉટ
હેરી બ્રુક 14 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 17 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. ઇંગ્લેન્ડે 65 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 19:20 IST
IND vs ENG 1st T20 Live Score : ડકેટ 4 રને આઉટ
બેન ડકેટ 4 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 17 રને બીજી વિકેટ ગુમાવી.
- Jan 22, 2025 19:07 IST
IND vs ENG 1st T20 Live Score : ફિલિપ સોલ્ટ ખાતું ખોલાયા વિના આઉટ
ફિલિપ સોલ્ટ પ્રથમ ઓવરમાં જ ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.
- Jan 22, 2025 18:58 IST
IND vs ENG 1st T20 Live Score: ભારતની પ્લેઇંગ ઇલેવન
ભારત : સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ , અર્શદીપ સિંહ.
- Jan 22, 2025 18:58 IST
IND vs ENG 1st T20 Live Score: ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
ઇંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જૈકબ બેથેલ, જેમી ઓવરટન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ, માર્ક વુડ.
- Jan 22, 2025 18:39 IST
IND vs ENG 1st T20 Live Score: ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી 20માં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Jan 22, 2025 17:41 IST
IND vs ENG 1st T20 Live Score: ભારત વિ ઇંગ્લેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 24 આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમાઇ છે. જેમાં 13 મેચમાં ભારતનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે. છેલ્લે બન્ને જૂન 2024માં ટી 20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. જેમાં ભારતનો 68 રને વિજય થયો હતો. છેલ્લી પાંચ ટી 20 મેચની વાત કરવામાં આવે તો 3 મેચમાં ભારતનો અને 2 મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે.
- Jan 22, 2025 16:33 IST
IND vs ENG 1st T20 Live Score: શમી 14 મહિના પછી ભારત તરફથી રમશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીમાં નજર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર રહેશે. તે 14 મહિના પછી ભારત તરફથી રમશે. આ ઉપરાંત સંજુ સેમસન અને હાર્દિક પંડયા જેવા ખેલાડીઓ પર પણ નજર રહેશે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો વ્હાઈટ બોલ કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમની આ પહેલી સિરીઝ હશે.
- Jan 22, 2025 16:33 IST
IND vs ENG 1st T20 Live Score: ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી 20 મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.00 કલાકેથી શરુ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us