IND vs END 2nd ODI Live Score: ભારતે 4 વિકેટે મેચ જીતી, સિરીઝમાં બનાવી અજેય લીડ

India (IND) vs England (ENG) 2nd ODI Live Score, (ભારત વિ ઈંગ્લેન્ડ મેચ લાઈવ ક્રિકેટ સ્કોર લાઈવ પ્રસારણ): ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ રવિવારે (9 ફેબ્રુઆરી) કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેટ માટે ટોસ પણ થઈ ગયો છે. ઈંગ્લેન્ડે ટોસ જીત્યો છે. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા ભારતની બોલિંગ આવી છે.

Written by Ankit Patel
Updated : February 09, 2025 21:54 IST
IND vs END 2nd ODI Live Score: ભારતે 4 વિકેટે મેચ જીતી, સિરીઝમાં બનાવી અજેય લીડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વન ડે મેચ - photo - jansatta

India (IND) vs England (ENG) 2nd ODI Live Score Online Today Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ રવિવારે (9 ફેબ્રુઆરી) કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 304 રન બનાવ્યા હતા. ભારતે કટકમાં 4 વિકેટે ઈંગ્લેન્ડને હરાવીને અજેય લીડ બનાવી છે. ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટના નુક્સાને 308 રન બનાવ્યા. અક્ષર પટેલ 41 અને રવિન્દ્ર જાડેજા 11 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી.

ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ

ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ફિલ સોલ્ટ અને બહેન ડકેટ ક્રીઝ ઉપર આવ્યા છે. મોહમ્મદ શામીએ બોલિંગની શરૂઆત કરી હતી. સોલ્ટે સિંગલથી ખાતું ખોલાવ્યું હતું. ડકેટે પણ સિંગલથી ખાતું ખોલાવ્યું હતં. સોલ્ટે છેલ્લા બોલમાં ફોર ફટકારી હતી.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડેમાં પ્લેઇંગ 11માં 2 ફેરફાર કરી શકે છે. યશસ્વી જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલી વાપસી કરી શકે છે. ઘૂંટણની સમસ્યાને કારણે કોહલી પ્રથમ મેચ રમ્યો ન હતો. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ અર્શદીપ સિંહને હર્ષિત રાણાના સ્થાને તક મળી શકે છે.

ઈંગ્લેન્ડની ટીમે પ્લેઈંગ 11ની જાહેરાત કરી નથી. બેટિંગ કોમ્બિનેશનમાં ફેરફારની શક્યતા ઓછી છે. જોસ બટલર સાકિબ મહમૂદની જગ્યાએ અનુભવી માર્ક વૂડને તક આપી શકે છે. આ મેચ ઈંગ્લેન્ડ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. જો ટીમ મેચ હારી જશે તો તે ન માત્ર સીરીઝ હારી જશે પરંતુ તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સ્કેનર હેઠળ આવશે.

ભારતની ટીમ

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, વિરાટ કોહલી, અરશ પટેલ, અરવિંદ પંડ્યા.

ઈંગ્લેન્ડની ટીમ

ફિલિપ સોલ્ટ (wk), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (c), જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાઈડન કાર્સ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ, ગુસ એટકિન્સન, માર્ક વુડ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ.

Live Updates

રોહિત શર્માની શાનદાર સદી, ભારતે મેચ જીતી

ભારતે કટકમાં 4 વિકેટે ઈંગ્લેન્ડને હરાવીને અજે લીડ બનાવી છે. ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટના નુક્સાને 308 રન બનાવ્યા. અક્ષર પટેલ 41 અને રવિન્દ્ર જાડેજા 11 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી.

વિરાટ કોહલીને આદિલ રશીદે પેવેલિયન મોકલ્યો

વિરાટ કોહલીને આદિલ રશીદે પેવેલિયન મોકલ્યો. તેણે 5 રન બનાવ્યા હતા. ભારતનો હાલમાં સ્કોર 21 ઓવરના અંતે બે વિકેટના નુક્સાને 158 રન છે. રોહિત શર્મા 81 રન બનાવીને રમી રહ્યો છે.

રોહિત શર્માએ 30 બોલમાં અડધી સદી ફટકારી

રોહિત શર્માએ 30 બોલમાં 4 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી અડદી સદી ફટકારી છે. તે હાલમાં 32 બોલમાં 52 રન બનાવી ક્રિઝ પર છે. ત્યાં જ શુભમન ગિલ 22 બોલમાં 20 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતે 9 ઓવરમાં એકપણ વિકેટના નુક્સાન વિના 74 રન બનાવી લીધા છે.

રોહિત શર્માએ 3 સિક્સર અને 1 ચોગ્ગો માર્યો

ભારતે 5 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 39 રન બનાવી લીધા છે. જીત માટે 266 રનની જરૂર છે. રોહિત શર્મા 3 સિક્સર અને 1 ફોરની મદદથી 16 બોલમાં 27 રન બનાવીને ક્રિઝ પર છે. શુભમન ગિલ 10 રન બનાવીને ક્રિઝ પર છે.

ફ્લડ લાઈટનું આખુ ટાવર બંધ

કટકના બારામતી સ્ટડિયમમાં ભારત વિ ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી મેચને અચાનકથી રોકવી પડી છે. આવું અચાનકથી ફ્લડ લાઈટ બંધ થઈ જવાના કારણે થયુ છે. આ ખેલાડીઓ માટે નિરાશાજનક છે. આ દરમિયાન ભીડમાં મોટા ભાગના લોકોએ મોબાઈલની લાઈટો ચાલુ કરી દીધી છે. હાલમાં ફ્લડ લાઈટનું આખું ટાવર બંધ થઈ ગયું છે. હાલમાં રોહિત શર્મા અમ્પાયરો સાથે વાતચીત કરી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે તે રમતને ચાલુ રાખવા માંગે છે.

ઇંગ્લેન્ડે ભારતને 305 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 304 રન બનાવ્યા છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ મળ્યો છે.

હેરી બ્રૂકને હર્ષિત રાણાએ પેવેલિયન ભેગો કર્યો

હેરી બ્રૂકને હર્ષિત રાણાએ આઉટ કર્યો છે. તેણે 31 રન બનાવ્યા. શુભમન ગિલે શાનદાર કેચ લપક્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 30 ઓવરમાં 169 રન થયો છે. ત્યાં જ જો રૂટ 35 રન બનાવીને ક્રિઝ પર છે. બ્રૂકના આઉટ થયા બાદ કેપ્ટન જોશ બટલર ક્રિઝ પર આવ્યો છે.

IND vs END 2nd ODI Live Score: ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ

ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ફિલ સોલ્ટ અને બહેન ડકેટ ક્રીઝ ઉપર આવ્યા છે. મોહમ્મદ શામીએ બોલિંગની શરૂઆત કરી હતી. સોલ્ટે સિંગલથી ખાતું ખોલાવ્યું હતું. ડકેટે પણ સિંગલથી ખાતું ખોલાવ્યું હતં. સોલ્ટે છેલ્લા બોલમાં ફોર ફટકારી હતી.

IND vs END 2nd ODI Live Score: ઈંગ્લેન્ડ માટે જીત જરૂરી

ઈંગ્લેન્ડની ટીમે મેચ પહેલા પ્લેઈંગ 11ની ઘોષણા નથી કરી. બેટિંગ સંયોજનમાં ફેરફાર કરવાની સંભાવના કમ છે. જોસ બટલર અનુભવી માર્ક વુડને સાકિબ મહમૂદની જગ્યા રમાડી શકે છે. ઈંગ્લેન્ડ માટે આ મેચ કરો યા મરોની સ્થિતિ વાળી છે. મેચ હારવા પર માત્ર ટીમ જ નહીં શ્રેણી પણ હારી જશે.

IND vs END 2nd ODI Live Score: વિરાટ કોહલીની વાપસી નક્કી

ભારતીય ટીમ બીજી વન ડે પ્લેઈંગ 11માં 2 ફેરબાર કરી શકે છે. યશસ્વી જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલીની વાપસી થઈ શકે છે. કોહલી પહેલી મેચમાં ઘૂંટણની તકલિફના કરાણે ન્હોતા રમ્યા. આ ઉપરાંત હર્ષિત રાણાની જગ્યા ચેમ્પિયન ટ્રોફી ટીમમાં સામેલ અર્શદીપ સિંહને મોકો મળી શકે છે.

IND vs END 2nd ODI Live Score: ભારતની ટીમ

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, વિરાટ કોહલી, અરશ પટેલ, અરવિંદ પંડ્યા.

IND vs END 2nd ODI Live Score: ઈંગ્લેન્ડની ટીમ

ફિલિપ સોલ્ટ (wk), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (c), જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાઈડન કાર્સ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ, ગુસ એટકિન્સન, માર્ક વુડ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ.

IND vs END 2nd ODI Live Score: ભારત-ઇંગ્લેન્ડ બીજી વનડે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની ODI શ્રેણીની બીજી મેચની લાઈવ અપડેટ્સમાં આપનું સ્વાગત છે. આ મેચ રવિવારે (9 ફેબ્રુઆરી) કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ