બીજી ટેસ્ટ : શુભમન ગિલની સદી, 399 રનના પડકાર સામે ઇંગ્લેન્ડના ત્રીજા દિવસના અંતે 1 વિકેેટે 67 રન

IND vs ENG 2nd Test : શુભમન ગિલના 147 બોલમાં 11 ફોર 2 સિક્સર સાથે 104 રન, ભારત 78.3 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો પડકાર

IND vs ENG 2nd Test : શુભમન ગિલના 147 બોલમાં 11 ફોર 2 સિક્સર સાથે 104 રન, ભારત 78.3 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો પડકાર

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Shubman Gill century, Shubman Gill, india vs england 2nd test

શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી (BCCI)

IND vs ENG 2nd Test Score : શુભમન ગિલની સદીની (104) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. ભારતે આપેલા 399 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 14 ઓવરમાં 1 વિકેટે 67 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ હજુ 332 રન પાછળ છે અને તેની 9 વિકેટો જમા છે. દિવસના અંતે ઝેક ક્રોલી 29 અને રેહાન અહમદ 9 રને રમતમાં છે. બેન ડકેટ 28 રને અશ્વિનનો શિકાર બન્યો હતો.બીજા દાવમાં ભારત 78.3 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઇ જતા ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો પડકાર મળ્યો છે.

Advertisment

રોહિત શર્મા અને જયસ્વાલ જલ્દી આઉટ

ભારતે ત્રીજા દિવસની શરુઆત વિના વિકેટે 28 રનથી કરી હતી. જેમ્સ એન્ડરસને યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માને છ બોલમાં આઉટ કરીને ભારત પર દબાણ બનાવ્યું હતું. રોહિત દિવસની બીજી જ ઓવરમાં જેમ્સ એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ભારતીય કેપ્ટન માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ એક ઓવર બાદ યશસ્વી જયસ્વાલ 17 રને એન્ડરસનના બોલ પર જો રૂટને કેચ આપી બેઠો હતો.

શુભમન ગિલે સદી ફટકારી

આ પછી શુભમન ગિલ અને શ્રેયસ ઐયરે 81 રનની ભાગીદારી કરીને ટીમની બાજી સંભાળી હતી. ઐયર 29 રને હાર્ટલીનો શિકાર બન્યો હતો. રજત પાટીદાર ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 9 રને આઉટ થયો હતો. ગિલે બાજી સંભાળતા 132 બોલમાં સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી હતી. 11 મહિના પછી ગિલ સદી ફટકારવા સફળ રહ્યો છે. તે 104 રને શોએબ બશીરની ઓવરમાં આઉટ થયો હતો.

આ પણ વાંચો - રણજી ટ્રોફીમાં છવાયો 12th Fail ના ડાયરેક્ટરનો પુત્ર, ફિલ્મી દુનિયાને ઠુકરાવી અગ્નિ ચોપડાએ પસંદ કરી ક્રિકેટ

Advertisment

અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરતા 45 રન બનાવ્યા હતા. વિકેટકિપર એસ ભરતે ફરી નિરાશ કર્યા હતા અને 6 રને આઉટ થયો હતો. અશ્વિન 29 રને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ 4, રેહાન અહમદે 3, જેમ્સ એન્ડરસને 2 અને શોએબ બશીરે 1 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર.

ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ shubman gill સ્પોર્ટ્સ