/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Yashasvi-Jaiswal.jpg)
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી (BCCI)
India vs England 2nd Test, Day 1: યશસ્વી જયસ્વાલની સદીની (અણનમ 179) મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 93 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવી લીધા છે. દિવસના અંતે યશસ્વી જયસ્વાલ 179 અને આર અશ્વિન 5 રને રમતમાં છે.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા (14)સાથે પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. મેચની પ્રથમ ઇનિંગમાં હિટમેન 14 રન બનાવી આઉટ થયો હતો. બીજી વિકેટ માટે તેણે શુભમન ગિલ સાથે 49 રનની ભાગીદારી કરી હતી. ગિલે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 34 રન બનાવ્યા હતા.
યશસ્વી અને શ્રેયસ ઐયર (27) વચ્ચે 90 રનની ભાગીદારી નોંધાઇ હતી. યશસ્વીએ એક છેડો સાચવી રાખતા સદી ફટકારી હતી. યશસ્વીએ ઇંગ્લેન્ડ સામે 151 બોલમાં 2 સિક્સર અને 11 ફોરની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તેણે ટોમ હાર્ટલીના બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વીએ રજત પાટીદાર (32) સાથે 70 રનની ભાગીદારી નોંધાવી હતી. અક્ષર પટેલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો ન હતો અને 27 રને શોએબ બશીરનો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહમદે 2-2 વિકેટ ઝડપી હતી. હાર્ટલી અને એન્ડરસનને 1-1 વિકેટ મળી હતી.
યશસ્વીએ ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી
ભારતની ભૂમિ પર તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની આ સૌપ્રથમ સદી હતી, જ્યારે ઈંગ્લેન્ડ સામે તેણે ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની સૌપ્રથમ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ યશસ્વીની બીજી ટેસ્ટ સદી છે. તેણે જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી અને 171 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો - રણજી ટ્રોફીમાં છવાયો 12th Fail ના ડાયરેક્ટરનો પુત્ર, ફિલ્મી દુનિયાને ઠુકરાવી અગ્નિ ચોપડાએ પસંદ કરી ક્રિકેટ
યશસ્વીની 22 વર્ષની ઉંમરે બીજી ટેસ્ટ સદી
યશસ્વી જયસ્વાલે 22 વર્ષની ઉંમરે ઓપનર તરીકે ભારત તરફથી બીજી ટેસ્ટ સદી ફટકારી હતી. આ પહેલા આ ઉંમરે સુનીલ ગાવસ્કરે ભારત માટે સૌથી વધુ 4 સદી ફટકારી હતી. હવે યશસ્વી આ લિસ્ટમાં ગાવસ્કર બાદ બીજા નંબરે આવી ગઈ છે.
22 વર્ષની ઉંમરે ભારતીય ઓપનરોની સૌથી વધુ ટેસ્ટ સદી
સુનીલ ગાવસ્કર - 2
યશસ્વી જયસ્વાલ - 2
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us