બર્મિંગહામમાં ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો હવામાન અને સંભવિત પ્લેઇંગ ઇલેવન

IND vs ENG બીજી ટેસ્ટ પિચ રિપોર્ટ અને હવામાન આગાહી : શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2 જુલાઈથી પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે

Written by Ashish Goyal
Updated : July 01, 2025 16:07 IST
બર્મિંગહામમાં ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો હવામાન અને સંભવિત પ્લેઇંગ ઇલેવન
India vs England 2nd Test Weather Forecast : પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ (તસવીર - બીસીસીઆઈ)

IND vs ENG 2nd Test Probable playing 11 : શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2 જુલાઈથી પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં 1-0થી આગળ છે.

હેડિંગ્લે ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડે 350થી વધુ રનનો પીછો કર્યો હતો. ભારતીય બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થયા હતા. ભારતીય ટીમની ટેસ્ટ ક્રિકેટમાં વિદેશમાં આ સતત ત્રીજી હાર હતી. આ પહેલા તેને સિડની (જાન્યુઆરી 2025) અને મેલબોર્ન (ડિસેમ્બર 2024)માં ઓસ્ટ્રેલિયા સામે 2 હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે એજબેસ્ટનમાં પોતાનું નસીબ બદલવા માંગશે.

બર્મિંગહામમાં ભારત એકપણ ટેસ્ટ જીત્યું નથી

બર્મિંગહામનું એજબેસ્ટન એવું મેદાન છે કે, જ્યાં તેણે એક પણ વખત વિજયનો સ્વાદ ચાખ્યો નથી. જુલાઈ 1967થી જુલાઈ 2022 સુધી ભારત આ મેદાન પર 8 ટેસ્ટ મેચ રમ્યું છે અને તેમાંથી 7માં તેનો પરાજય થયો છે. તેઓ જુલાઈ 1986માં રમાયેલી ટેસ્ટ મેચને ડ્રો કરવામાં સફળ રહ્યા છે. એજબેસ્ટનને ઇંગ્લેન્ડનો અભેદ કિલ્લો પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારત માટે મુશ્કેલ સમય હશે. કારણ કે પ્રેક્ષકો પણ હોમગ્રાઉન્ડ ટીમની પાછળ ઉભા છે અને વિરોધી ટીમ માટે મેચમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

બર્મિંગઘમમાં હવામાનની આગાહી

ઇંગ્લેન્ડમાં રમાયેલ તમામ આંતરરાષ્ટ્રીય મેચોમાં વરસાદ હંમેશા એક મોટું પરિબળ હોય છે. કેટલીક વખત વરસાદને કારણે મેચની સ્થિતિ અને ભાવિ નક્કી થાય છે. હેડિંગ્લે ખાતે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન થોડો વરસાદ પડ્યો હતો, પરંતુ કોઈ મુશ્કેલી પડી ન હતી. જોકે એજબેસ્ટન ટેસ્ટ માટે હવામાનનું જે આગાહી કરવામાં આવી છે, તે આશાસ્પદ લાગતું નથી.

આ પણ વાંચો – ટેસ્ટમાં સ્લો ઓવર રેટ પર 5 રનની પેનલ્ટી, થૂંક લગાવવા પર પર નહીં બદલાય બોલ પણ કિંમત ચુકવવી પડશે

બીજી ટેસ્ટમાં વરસાદની સંભાવના

ટેસ્ટ મેચના પાંચમાંથી ત્રણ દિવસ વરસાદને કારણે વિક્ષેપિત થાય તેવી શક્યતા છે. એક્યુવેધરના જણાવ્યા અનુસાર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એટલે કે 2 જુલાઈએ વરસાદની 84 ટકા સંભાવના છે. આ સિવાય ચોથા (5 જુલાઈ) અને પાંચમા (6 જુલાઈ) દિવસે 60-60 ટકા વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, બીજી (3 જુલાઈ) અને ત્રીજી (4 જુલાઈ)ના રોજ પણ વાદળછાયું આકાશ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી ટેસ્ટ મેચ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આકાશદીપ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ : ⁠ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ, ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠બેન સ્ટોક્સ (કેપ્ટન), ⁠જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ