India (IND) vs England (ENG) 3rd ODI Score : શુભમન ગિલની સદી અને વિરાટ કોહલી, શ્રેયસ ઐયરની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં 142 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
આ જીત સાથે ભારતે ઇંગ્લેન્ડનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. શુભમન ગિલને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો.ગિલે 3 મેચમાં 86.33ની એવરેજથી 259 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ તરફથી બેન્ટન અને એન્ટકિસને સૌથી વધારે 38-38 રન બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ (વિકેટ કિપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર (કેપ્ટન) ટોમ બેંટન, લિયામ લિવિંગસ્ટોન, ગસ એટકિંસન, આદિલ રશીદ, માર્ક વુડ, સાકિબ મહમૂદ
ભારત પ્લેઈંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.





