IND vs ENG 3rd Test : બેન ડકેટની સદી, બીજા દિવસે ઇંગ્લેન્ડનો વળતો પ્રહાર

India vs England, IND vs ENG Match Highlights : રવિન્દ્ર જાડેજાના 112 રન, ભારત 445 રનમાં ઓલ આઉટ, બેન ડકેટની અણનમ (133) સદી

Written by Ankit Patel
Updated : February 26, 2024 11:27 IST
IND vs ENG 3rd Test  : બેન ડકેટની સદી, બીજા દિવસે ઇંગ્લેન્ડનો વળતો પ્રહાર
India England live cricket score updates : ભારત ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ,

India vs England 3rd Test Day 2 Cricket Score Highlights, ભારત વિ ઈંગ્લેન્ડ: બેન ડકેટની અણનમ સદી (133)ની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે વળતો પ્રહાર કર્યો છે. ભારતના 445 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 35 ઓવરમાં 2 વિકેટે 207 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ 238 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. દિવસના અંતે બેન ડકેટ 133 અને જો રુટ 9 રને રમતમાં છે. ભારત તરફથી સિરાજ અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત વિ ઈંગ્લેન્ડ: કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની સદી

કેપ્ટન રોહિત શર્માએ 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. ડેબ્યૂ કરી રહેલા સરફરાઝ ખાને 62 અને ધ્રુવ જુરેલે 42 રન બનાવ્યા હતા.

team india, IND vs ENG Rajkot Test
ભારત વિ ઈંગ્લેન્ડ : ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર્સ (BCCI)

ગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. રેહાન અહમદે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ટોમ હાર્ટલી, જેમ્સ એન્ડરસન અને જો રૂટે 1-1 વિકેટ લીધી છે.

Live Updates

બેન ડકેટની સદી, બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના 2 વિકેટે 207 રન

બેન ડકેટની અણનમ સદી (133)ની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે વળતો પ્રહાર કર્યો છે. ભારતના 445 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 35 ઓવરમાં 2 વિકેટે 207 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ 238 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. દિવસના અંતે બેન ડકેટ 133 અને જો રુટ 9 રને રમતમાં છે. ભારત તરફથી સિરાજ અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

ઓલી પોપ 39 રને આઉટ

ઓલી પોપ 55 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 39 રન બનાવી સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો.

ઇંગ્લેન્ડના 1 વિકેટે 179 રન

ઇંગ્લેન્ડના 29.4 ઓવરમાં 1 વિકેટે 179 રન. બેન ડકેટ 118 અને ઓલી પોપ 38 રને રમતમાં છે.

બેન ડકેટની સદી

બેન ડકેટે 88 બોલમાં 19 ફોર 1 સિક્સર સાથે સદી ફટકારી.

ઝેક કાર્વલી 15 રને આઉટ

ઝેક કાર્વલી 15 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 89 રને પ્રથમ વિકેટ ગુમાવી.

સરફરાઝ ખાન માટે પિતાનો સંઘર્ષ, આઝમગઢથી મુંબઈ પહોંચ્યા, ટ્રેનમાં ટોફી-કાકડી વેચી

Lazy Load Placeholder Image

રાજકોટમાં શરુ થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. દિગ્ગજ ખેલાડી અનિલ કુમ્બલેએ તેને ટેસ્ટ કેપ આપી હતી. આ દરમિયાન સરફરાઝ ખાન ભાવુક થઇ ગયો હતો અને તેના આંસુ રોકી શક્યો ન હતો. તેની પત્ની ત્યાં હતી અને તે પણ તેની લાગણીઓને કાબૂમાં રાખી શકી ન હતી. ત્યાર બાદ સરફરાઝ ખાન પોતાના જીવનના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પિતા નૌશાદ પાસે દોડી ગયો અને તેમને ભેટી પડ્યો હતો. તેણે એક વખત ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે જ્યારે હું મારા દેશ માટે રમીશ ત્યારે હું આખો દિવસ રડીશ. સરફરાઝે ડેબ્યૂ મેચમાં 66 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને તે રન આઉટ થયો હતો. તેણે ભારતને 445 રન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ફૂલ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિ કરો

Ind Vs Eng 3rd test day 2 live score : ઈંગ્લેન્ડનો દાવ શરૂ થયો

ઈંગ્લેન્ડની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલી અને બેન ડકેટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જસપ્રીત બુમરાહ ભારત માટે પ્રથમ ઓવર લાવ્યો હતો. તેનો પહેલો બોલ વાઈડ હતો. આ રીતે ઈંગ્લેન્ડના ખાતામાં એક પણ બોલ વિના 6 રન જોડાઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે ભારતના ખાતામાં પેનલ્ટી ઉમેરવાને કારણે ઈંગ્લેન્ડની ઈનિંગ્સ 0/0ની જગ્યાએ 5/0થી શરૂ થઈ હતી.

Ind Vs Eng 3rd test day 2 live score : ભારતીય ટીમ 445 રનમાં ઓલઆઉટ

રાજકોટ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતીય ટીમ 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી વિકેટ જસપ્રીત બુમરાહના રૂપમાં પડી હતી. તેણે 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. માર્ક વૂડે વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 131 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 112 રનની ઇનિંગ રમી હતી. નવોદિત સરફરાઝ ખાને 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ધ્રુવ જુરેલે 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રવિચંદ્રન અશ્વિને 37 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 10, શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના અને રજત પાટીદાર 5 રન બનાવીને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્કવુડે 4 અને રેહાન અહેમદે 2 વિકેટ ઝડપી હતી. ટોમ હાર્ટલી, જેમ્સ એન્ડરસન અને જો રૂટે 1-1 વિકેટ લીધી હતી.

Ind Vs Eng 3rd test day 2 live score : ભારતે 400 રન પૂરા કર્યા

ભારતના 400 રન પૂરા થઈ ગયા છે. રવિચંદ્રન અશ્વિન 36 અને ધ્રુવ જુરેલ 32 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી. ભારતે 7 વિકેટે 400 રન બનાવ્યા છે.

Ind Vs Eng 3rd test day 2 live score : ધ્રૂવ જુરેલ અડધી શદી ચૂક્યો

ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગ કરી, પરંતુ તે અડધી સદી ચૂકી ગયો. તે 46 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર છે. ભારતે 9 વિકેટે 416 રન બનાવ્યા છે.

Ind Vs Eng 3rd test day 2 live score : રાજકોટ ટેસ્ટના બીજા દિવસે લંચ

રાજકોટ ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક સુધી ભારતે 113 ઓવરમાં 7 વિકેટે 388 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ 31 રન અને રવિચંદ્રન અશ્વિન 25 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતીય ટીમ સારી સ્થિતિમાં છે. બીજા દિવસની રમત શરૂ થયા બાદ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા એક પછી એક ઝડપી આઉટ થયા હતા. આ પછી નવોદિત ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિને દાવ સંભાળ્યો હતો. બંનેએ 57 રનની ભાગીદારી કરી છે. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે 3 વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલી, જેમ્સ એન્ડરસન અને જો રૂટે 1-1 વિકેટ લીધી છે.

Ind Vs Eng 3rd test day 2 live score : ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિન વચ્ચે 50 રનની ભાગીદારી

ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિન વચ્ચે 50 રનની ભાગીદારી છે. ભારતે 7 વિકેટે 381 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિન 24 અને ધ્રુવ જુરેલ 26 રન બનાવીને ક્રિઝ પર છે. ચોમ હાર્ટલી અને માર્ક વુડ બોલિંગ કરી રહ્યા છે.

Ind Vs Eng 3rd test day 2 live score : ભારતે 107 ઓવરમાં 7 વિકેટે 369 રન બનાવ્યા

ભારતે 107 ઓવરમાં 7 વિકેટે 369 રન બનાવ્યા છે. ધ્રુવ જુરેલ 15 રન અને રવિચંદ્રન અશ્વિન 23 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 38 રનની ભાગીદારી નોંધાઈ હતી. માર્ક વુડ અને ટોમ હાર્ટલી બોલિંગ કરી રહ્યા છે.

Ind Vs Eng 3rd test day 2 live score : ભારતે 7 વિકેટે 353 રન બનાવ્યા હતા

ભારતે 7 વિકેટે 353 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિન 12 અને ધ્રુવ જુરેલ 10 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 22 રનની ભાગીદારી થઈ હતી. ટોમ હાર્ટલી અને રેહાન અહેમદ બોલિંગ કરી રહ્યા છે.

Ind Vs Eng 3rd test day 2 live score : ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિન સારી બેટિંગ કરી રહ્યા છે

ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિન સારી બેટિંગ કરી રહ્યા છે. જુરેલ 8 રન બનાવીને અને અશ્વિન 7 રન બનાવીને ક્રિઝ પર છે. ઈંગ્લેન્ડે બોલિંગમાં ફેરફાર કર્યા છે. જો રૂટની જગ્યાએ ટોમ હાર્ટલી આવ્યો છે. ભારતનો સ્કોર 7 વિકેટે 346 રન છે.

Ind Vs Eng 3rd test day 2 live score : જો રૂટે ભારતને મોટો ઝટકો આપ્યો હતો

જો રૂટે ભારતને મોટો ઝટકો આપ્યો છે. તેણે નરવિન્દ્ર જાડેજાને પેવેલિયન મોકલ્યો છે.તેણે 112 રન બનાવ્યા હતા. નવો બેટ્સમેન રવિચંદ્રન અશ્વિન છે. ધ્રુવ જુરેલ પણ ખાતું ખોલાવ્યા વિના ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 7 વિકેટે 331 રન છે.

Ind Vs Eng 3rd test day 2 live score : બીજા દિવસની શરુઆતમાં જ વિકેટ પડી, કુલદીપ યાદવ આઉટ

કુલદીપ યાદવને જેમ્સ એન્ડરસને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 4 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 112 રન બનાવીને ક્રિઝ પર છે. નવો બેટ્સમેન નવોદિત ધ્રુવ જુરેલ છે. ભારતે 6 વિકેટે 331 રન બનાવ્યા છે.

India vs England 3rd Test Live Score: રાજકોટ ટેસ્ટના બીજા દિવસે રમત શરૂ

રાજકોટ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. કુલદીપ પ્રથમ સ્ટ્રાઈક પર છે. જો રૂટે બોલિંગની શરૂઆત કરી હતી. ચોથા બોલ પર 2 રન આવ્યા. ભારતે 87 ઓવરમાં 5 વિકેટે 328 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 110 અને કુલદીપ યાદવ 3 રન બનાવીને ક્રિઝ પર છે.

India vs England 3rd Test Live Score: રાજકોટ ટેસ્ટના બીજા દિવસનો પીચ રિપોર્ટ

પીચ રિપોર્ટ દરમિયાન નિક નાઈટ અને દીપ દાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે ગઈકાલે જે જોયું તેનાથી ઘણું બદલાયું નથી.” એક તફાવત એ છે કે તિરાડો થોડી મોટી છે. પીચો થોડી સુકાઈ ગઈ છે. પિચ હજુ પણ બેટિંગ માટે સારી રહેશે.

Ind Vs Eng 3rd test day 2 live score : રાજકોટમાં કેવું રહેશે હવામાન?

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચનો બીજો દિવસ 16 ફેબ્રુઆરીએ છે. પ્રથમ દિવસની જેમ આજે પણ દિવસભર વાતાવરણ સ્વચ્છ રહેશે. પહેલા દિવસની જેમ ફાસ્ટ બોલરોને શરૂઆતમાં થોડી મદદ મળી શકે છે. બાદમાં બેટિંગ પિચ શાનદાર રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ