India vs England 3rd Test Day 3 Cricket Score Updates, ભારત વિ ઈંગ્લેન્ડ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરી ગુરુવારથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવાર, 17 ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ હતો. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા
રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારત મજબૂત લીડ ધરાવે છે. ભારતે બીજા દાવમાં 51 ઓવરમાં 2 વિકેટે 196 રન બનાવ્યા છે. લીડ 322 રનની થઈ ગઈ છે. શુભમન ગિલ 65 અને કુલદીપ યાદવ 3 રન બનાવીને ક્રીઝ પર છે.
યશસ્વી જયસ્વાલ 104 રન બનાવી કમ્મરમાં દુખાવો થયા બાદ રિટાયર હર્ટ થયો હતો. રોહિત શર્મા 19 અને રજત પાટીદાર ખાતુ ખોલ્યા વગર આઉટ થયા. જો રૂટ અને ટોમ હાર્ટલે 1-1 વિકેટ લીધી.
બેન ડકેટ 133 અને જો રૂટ 9 રન બનાવીને ક્રિઝ પર છે. જેક કોલી 15 રન બનાવીને આઉટ થયો હતો અને ઓલી પોપ 39 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 131 રન અને રવિન્દ્ર જાડેજાએ 112 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રન અને ધ્રુવ જુરેલે 46 રન બનાવ્યા હતા. આ બંનેની ડેબ્યૂ મેચ છે. સિરીઝ 1-1થી બરાબર છે.
આ પણ વાંચોઃ- IND vs ENG : એન્ડરસને 28,150 બોલમાં 500 વિકેટ ઝડપી હતી, આર અશ્વિને રેકોર્ડ તોડ્યો
રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે લંચ, ઈંગ્લેન્ડનો સ્કોર 290/5
રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે લંચ સુધી ઈંગ્લેન્ડે 61 ઓવરમાં 5 વિકેટે 290 રન બનાવી લીધા છે. ભારત 155 રનથી આગળ છે. બેન સ્ટોક્સ 39 રન અને બેન ફોક્સ 6 રન બનાવીને ક્રિઝ પર છે. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી હતી. અને મોહમ્મદ સિરાજ બોલિંગ કરી રહ્યો છે. બેન ડકેટ 153 રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટ 18 રન બનાવીને આઉટ થયો હતો. જોની બેરસ્ટો ખાતું ખોલાવી શક્યો ન હતો.