IND vs ENG 5th Test Match: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, ભારતે એક દાવ અને 64 રનથી ધર્મશાલા ટેસ્ટ જીતી, ઈંગ્લેન્ડની શરમજનક હાર

India vs England 5th Test Match Day-3 Live Score : ધર્મશાલામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ હતી. બોલરોના દમ પર ભારતે ત્રીજા જ દિવસે ઈંગ્લેન્ડને પછાડીને શાનદાર જીત નોંધાવી હતી.

Written by Ankit Patel
Updated : March 09, 2024 14:38 IST
IND vs ENG 5th Test Match: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, ભારતે એક દાવ અને 64 રનથી ધર્મશાલા ટેસ્ટ જીતી, ઈંગ્લેન્ડની શરમજનક હાર
વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

India vs England 5th Test Match Day-3 Live Score Today Match, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ : ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ મેચની અંતિમ મેચમાં ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી. મેચના ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડનો બીજો દાવ માત્ર 195 રનમાં જ સમેટાઈ ગયો હતો. ધર્મશાલા ટેસ્ટ મેટમાં ભારતે એક દાવ અને 64 રનની લીડ સાથે શાનદાર જીત હાંસલ કરી હતી. જ્યારે ઈંગ્લેન્ડને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતનો હીરો આ અશ્વિન બન્યો હતો. ત્રણ દિવસમાં અશ્વિને કુલ નવ વિકેટ લીધી હતી.

ભારતે ધર્મશાલા ટેસ્ટમાં એક દાવ અને 64 રને જીત મેળવી હતી

ટીમ ઈન્ડિયાએ ધર્મશાલા ટેસ્ટ એક ઈનિંગ અને 64 રને જીતી લીધી છે. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે મેચ ત્રીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનો બીજો દાવ 195 રનમાં સમેટાઈ ગયો હતો. કુલદીપ યાદવે છેલ્લી વિકેટ જો રૂટના રૂપમાં લીધી હતી.

અશ્વિને આ મેચમાં 9 વિકેટ લીધી હતી

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તેણે આખી મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 2-2 સફળતા મળી હતી. 1 વિકેટ રવિન્દ્ર જાડેજાના ખાતામાં ગઈ.

જો રૂટનો બીજી ઈનિંગ્સ માટે સંઘર્ષ

પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા આર અશ્વિને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને ઈંગ્લેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી. તેના સિવાય જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. જો રૂટે બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે સંઘર્ષ કર્યો હતો, તેણે એકલા જ ફિનિશિંગ કર્યું હતું. જો રૂટ 84 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો.

ભારતે પ્રથમ દાવમાં 8 વિકેટના નુકસાન પર 473 રન બનાવ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાલા સ્ટેડિયમમાં રમાઈ હતી. બે દિવસની રમતના અંત સુધીમાં ભારત આ મેચમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 218 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતે પ્રથમ દાવમાં 8 વિકેટના નુકસાન પર 473 રન બનાવ્યા હતા. જોકે, દિવસની શરુઆત બાદ કુલદીપ યાદવે પોતાની વિકેટ ગુમાવી હતી. પહેલા દાવમાં ભારત 477 રન બનાવીને આઉટ થયું હતું. જ્યારે ઈંગ્લેન્ડા બોલર એડરસનની 700 વિકેટ પણ પુરી થઈ હતી.

ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ : ભારત પાસે 255 રનની લીડ

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન બે દિવસના અંતે રોહિત શર્મા (103) અને શુભમન ગીલે (110) બીજા દિવસે પોતપોતાની સદી પૂરી કરી હતી. જ્યારે સરફરાઝ ખાન (56) અને દેવદત્ત પડી કલ (65)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. યશસ્વી જયસ્વાલે પણ 56 રનનું યોગદાન આપ્યું હતું. બીજા દિવસની રમતના અંત સુધી કુલદીપ યાદવ (27) અને જસપ્રિત બુમરાહ (19) ક્રિઝ પર અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે 4 વિકેટ પોતાના નામે કરી છે. તમને જણાવી દઈએ કે ભારત પાંચ મેચની શ્રેણીમાં 3-1થી આગળ છે.

Devdutt Padikkal, Sarfaraz Khan, IND vs ENG 5th Test
ડેબ્યૂ કરનાર દેવદત્ત પડિક્કલ અને સરફરાઝ ખાને અડધી સદી ફટકારી હતી (BCCI)

ધર્મશાલા ટેસ્ટના બીજા દિવસે રમતના અંતે ભારતનો સ્કોર 120 ઓવરમાં 8 વિકેટે 473 રન હતો. કુલદીપ યાદવ 55 બોલ 27 અને જસપ્રિત બુમરાહ 55 બોલમાં 19 રન બનાવીને અણનમ છે. બંને વચ્ચે 108 બોલમાં 45 રનની ભાગીદારી છે. આ પહેલા ત્રીજા સેશનમાં, ભારતે 26 ઓવરમાં 5 વિકેટ (સરફરાઝ ખાન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન) ગુમાવી દીધી અને માત્ર 97 રન બનાવ્યા.

આ પણ વાંચોઃ- ધર્મશાળામાં ભારતના ટોપ 5 બેટ્સમેનોએ ફટકારી અડધી સદી, 15 વર્ષ બાદ આવી અનોખી ઘટના બની

બીજા દિવસે રોહિત શર્મા અને શુભમન ગિલની શદી

બીજા દિવસે ચાના સમય સુધી ભારતે 84 ઓવરમાં 3 વિકેટે 376 રન બનાવ્યા હતા. આ સાથે તેની લીડ વધીને 158 રન થઈ ગઈ. તે સમયે સરફરાઝ ખાન 56 રન બનાવીને ક્રિઝ પર હતા અને દેવદત્ત પડિકલે 44 રન બનાવ્યા હતા અને બંને વચ્ચે 97 રનની ભાગીદારી થઈ હતી. બીજા સેશનમાં રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 110 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ અને જેમ્સ એન્ડરસનને વિકેટ મળી હતી. પ્રથમ સેશનમાં ભારતે એક પણ વિકેટ ગુમાવી ન હતી અને 129 રન બનાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ