રોહિત શર્માની ડબલ ધમાલ, શુભમન ગિલે સદી ફટકારી આઠ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

India vs England : રોહિત શર્માએ 162 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે 103 રન ફટકાર્યા. શુભમન ગિલે 150 બોલમાં 12 ફોર અને 5 સિક્સર સાથે 110 રન બનાવ્યા

India vs England : રોહિત શર્માએ 162 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે 103 રન ફટકાર્યા. શુભમન ગિલે 150 બોલમાં 12 ફોર અને 5 સિક્સર સાથે 110 રન બનાવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rohit sharma, shubman gill, india vs england 5th test

રોહિત શર્મા અને શુભમન ગિલ(BCCI)

India vs England 5th Test : ઇંગ્લેન્ડ સામે ધર્મશાળા ટેસ્ટમાં રોહિત શર્મા અને શુભમન ગિલે ઇંગ્લેન્ડના બોલરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. પાંચમી ટેસ્ટના બીજા દિવસે બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી. બંને ખેલાડીઓએ ઈંગ્લેન્ડની દરેક વ્યૂહરચનામાં નિષ્ફળ રહીને શાનદાર ભાગીદારી કરી હતી અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. શુભમન ગિલ અને રોહિત શર્માએ શતકીય ઈનિંગ્સ સાથે મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

Advertisment

શુભમન ગિલે 8 વર્ષની રાહ પૂરી કરી

શુભમન ગિલે આ શ્રેણીમાં ચાર વખત 50+ સ્કોર બનાવ્યો છે, જેમાં બે સદી પણ સામેલ છે. આવું ઘરેલુ શ્રેણીમાં 8 વર્ષ પછી બન્યું છે જ્યારે ત્રીજા નંબરે બેટિંગ કરનાર ખેલાડીએ ચાર વખત 50+ રન બનાવ્યા હતા. ગિલે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં 443 રન બનાવ્યા છે. સાત વર્ષ પછી એવું બન્યું છે જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ કરતા ખેલાડીએ ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં 400 થી વધુ રન બનાવ્યા છે.

રોહિત શર્માએ પણ કમાલ કરી

ગિલ સાથે શાનદાર ભાગીદારી કરતા સદી ફટકારનાર રોહિત પણ રેકોર્ડ તોડવામાં પાછળ નથી. ધર્મશાળા ટેસ્ટ અગાઉ રોહિત શર્માએ રાજકોટમાં પણ સદી ફટકારી હતી. પાંચ વર્ષ બાદ એવું બન્યું છે કે, જ્યારે કોઈ ભારતીય કેપ્ટને ઘરઆંગણેની ટેસ્ટ શ્રેણીમાં એકથી વધુ સદી ફટકારી હોય. આ પહેલા 2017માં આવી સિદ્ધિ વિરાટ કોહલીએ મેળવી હતી. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ શ્રીલંકા સામે ભારતમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રણ સદી ફટકારી હતી.

આ પણ વાંચો - યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં 1000 રન પુરા કર્યા, રેકોર્ડ્સની વણઝાર સર્જી

Advertisment

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની અણનમ સદીની મદદથી ભારતે શુક્રવારે બીજા દિવસે અંતિમ અહેવાલ મળ્યા ત્યાં 4 વિકેટે 377 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ ટીમની પ્રથમ ઈનિંગ 218 રનમાં સમેટાઈ ગઈ હતી. રોહિત શર્મા લંચ બાદ પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તેને 103 રનના અંગત સ્કોર પર આઉટ કરી દીધો હતો.

ભારત ક્રિકેટ ટીમ shubman gill ક્રિકેટ રોહિત શર્મા સ્પોર્ટ્સ