ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ : રોહિત શર્મા કરશે 2 ફેરફાર? જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

India vs England 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 3-1થી શ્રેણીમાં અજેય જીતી મેળવી લીધી છે

Written by Ashish Goyal
March 05, 2024 21:15 IST
ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ : રોહિત શર્મા કરશે 2 ફેરફાર? જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચે ધર્મશાળામાં રમાશે (BCCI)

India vs England 5th Test Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચે ધર્મશાળામાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 3-1થી શ્રેણી જીતી લીધી છે. આ પછી પણ તે ધર્મશાળા ટેસ્ટને હળવાશથી લઈ રહ્યા નથી. રાંચી ટેસ્ટમાં આરામ કરનાર જસપ્રીત બુમરાહ ટીમમાં પાછો ફરશે અને તે પ્લેઇંગ 11માં રમશે. આ સમયે ધર્મશાળામાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીંનું હવામાન ઇંગ્લેન્ડને અનુકૂળ રહેશે.

જોકે ધર્મશાળાની પીચ ફાસ્ટ બોલરો માટે ખાસ મદદગાર સાબિત નહીં થાય. ભારતીય ટીમ સ્લો ટર્નર વિકેટ પસંદ કરશે, જ્યાં તેણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આનાથી સ્પિનરોને રમતમાં બન્યા રહેશે. જસપ્રીત બુમરાહ જેવા બોલરો ઘાતક સાબિત થઈ શકે છે, જે રિવર્સ સ્વિંગમાં નિષ્ણાંત છે. ભારતીય ટીમ પ્લેઇંગ 11માં 2 ફેરફાર કરી શકે છે. તેઓ જસપ્રીત બુમરાહને તક આપી શકે છે અને રજત પાટીદારને ડ્રોપ કરવામાં આવી શકે છે.

આકાશદીપ કે કુલદીપ યાદવમાંથી કોણ બહાર હશે?

જસપ્રીત બુમરાહની વાપસી આકાશદીપ અથવા કુલદીપ યાદવમાંથી કોઈ એકની જગ્યાએ થશે. કુલદીપે આ વેન્યૂ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જે પ્રકારની વિકેટ બનવાની વાત સામે આવી છે તે જોતાં તે પ્લેઈંગ ઇલેવનમાં જ રહેશે. રજત પાટીદારની જગ્યાએ દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. રવિચંદ્રન અશ્વિન 100 ટેસ્ટ રમશે.

આ પણ વાંચો – કોણ છે પ્રતીક ઉતેકર, જેની સાથે ક્રિકેટર ચહલની પત્ની ધનશ્રીની તસવીર થઇ રહી છે વાયરલ

ઇંગ્લેન્ડ કરશે એક ફેરફાર?

ઈંગ્લેન્ડની ટીમ મેચના એક દિવસ પહેલા પ્લેઇંગ 11 જાહેર કરે છે. ટીમ બોલિંગમાં ફેરફાર કરી શકે છે. તે ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વુડને તક આપી શકે છે. બેટિંગમાં ફેરફાર કરે તેવી સંભાવના નહીવત્ છે. કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલો જોની બેરસ્ટો તેની 100 ટેસ્ટ રમશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિક્કલ/રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ 11

ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ