/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/IND-vs-ENG-1st-Test-Live.jpg)
India vs England Live Score Updates, 1st Test : ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ
Ind vs Eng 1st Test, India vs England Score Updates : શુભમન ગિલની અણનમ સદી (127) અને યશસ્વી જયસ્વાલના 101 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 3 વિકેટે 359 રન બનાવી લીધા છે. દિવસના અંતે શુભમન ગિલ 127 અને ઋષભ પંત 65 રને રમતમાં છે.
પ્રથમ ટેસ્ટ માટે બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ , સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર , ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ , જસપ્રીત બુમરાહ , પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ , બેન સ્ટોક્સ (કેપ્ટન), ક્રિસ વોક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.
- Jun 20, 2025 23:19 IST
IND vs ENG 1st Test LIVE : પ્રથમ દિવસના અંતે ભારતના 85 ઓવરમાં 3 વિકેટે 359 રન
શુભમન ગિલની અણનમ સદી (127) અને યશસ્વી જયસ્વાલના 101 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 3 વિકેટે 359 રન બનાવી લીધા છે. દિવસના અંતે શુભમન ગિલ 127 અને ઋષભ પંત 65 રને રમતમાં છે.
- Jun 20, 2025 22:21 IST
IND vs ENG 1st Test LIVE : ગિલની સદી
યશસ્વી જયસ્વાલ પછી શુભમન ગિલે શાનદાર બેટિંગ કરા સદી ફટકારી છે. ગિલે 140 બોલમાં 14 ફોર સાથે સદી ફટકારી.
- Jun 20, 2025 22:05 IST
IND vs ENG 1st Test LIVE : ભારતના 70 ઓવરમાં 3 વિકેટે 276 રન
ભારતના 70 ઓવરમાં 3 વિકેટે 276 રન. શુભમન ગિલ 91 અને ઋષભ પંત 24 રને રમતમાં છે.
- Jun 20, 2025 20:56 IST
IND vs ENG 1st Test LIVE : યશસ્વી જયસ્વાલ 101 રને આઉટ
યશસ્વી જયસ્વાલ 159 બોલમાં 16 ફોર અને 1 સિક્સર સાથે 101 રને સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 221 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jun 20, 2025 20:25 IST
IND vs ENG 1st Test LIVE : ટી લંચ સુધી ભારતના 51 ઓવરમાં 2 વિકેટે 215 રન
ટી લંચ સુધી ભારતે 51 ઓવરમાં 2 વિકેટે 215 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 100 અને શુભમન ગિલ 58 રને રમતમાં છે.
- Jun 20, 2025 20:04 IST
IND vs ENG 1st Test LIVE : યશસ્વી જયસ્વાલની સદી
યશસ્વી જયસ્વાલે 144 બોલમાં 16 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી. જયસ્વાલે ટેસ્ટમાં પાંચમી સદી ફટકારી. ભારતે 48.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
💯 for Yashasvi Jaiswal! 👏 👏
5th hundred in Test cricket! 👍 👍
This has been a fine knock in the series opener! 🙌 🙌
Updates ▶️ https://t.co/CuzAEnAMIWteamindia | engvind | @ybj_19pic.twitter.com/pGmPoFYik6— BCCI (@BCCI) June 20, 2025
- Jun 20, 2025 19:44 IST
IND vs ENG 1st Test LIVE : શુભમન ગિલની અડધી સદી
કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 56 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી હતી.
- Jun 20, 2025 18:55 IST
IND vs ENG 1st Test LIVE : જયસ્વાલની અડધી સદી
યશસ્વી જયસ્વાલે 96 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 28.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Jun 20, 2025 18:05 IST
IND vs ENG 1st Test LIVE : લંચ સમયે ભારતના 2 વિકેટે 92 રન
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે લંચ સમયે ભારતે 25.4 ઓવરમાં 2 વિકેટે 92 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 42 રને રમતમાં છે.
- Jun 20, 2025 17:33 IST
IND vs ENG 1st Test LIVE : કેએલ રાહુલ 42 રને આઉટ
કેએલ રાહુલ 78 બોલમાં 8 ફોર સાથે 42 રન બનાવી બ્રાયડર્ન કાર્સની ઓવરમાં કેચ આઉટ થયો. જ્યારે ડેબ્યુ પ્લેયર સાઇ સુદર્શન 4 બોલમાં ખાતું ખોલાયા વિના બેન સ્ટોક્સનો શિકાર બન્યો. ભારતે 92 રને બીજી વિકેટ ગુમાવી
- Jun 20, 2025 17:08 IST
IND vs ENG 1st Test LIVE : ભારતના 20 ઓવરમાં વિના વિકેટે 68 રન
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 20 ઓવરમાં વિના વિકેટે 68 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 31 અને કેએલ રાહુલ 34 રને રમતમાં છે.
- Jun 20, 2025 15:51 IST
IND vs ENG 1st Test LIVE : ભારતના 5 ઓવરમાં વિના વિકેટે 15 રન
ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા. ભારતે 5 ઓવરમાં વિના વિકેટે 15 રન બનાવી લીધા છે.
- Jun 20, 2025 15:17 IST
IND vs ENG 1st Test LIVE : ભારતીય ટીમમાં સાઇ સુદર્શનનું ડેબ્યુ
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં સાઇ સુદર્શનનું ડેબ્યુ થયું છે.
Test Cap number 3⃣1⃣7⃣
Congratulations to Sai Sudharsan, who is all set to make his Test Debut 🙌
Updates ▶️ https://t.co/CuzAEnBkyuteamindia | engvindpic.twitter.com/wn8kaXdln6— BCCI (@BCCI) June 20, 2025
- Jun 20, 2025 15:14 IST
IND vs ENG 1st Test LIVE : ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ , બેન સ્ટોક્સ (કેપ્ટન), ક્રિસ વોક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.
- Jun 20, 2025 15:13 IST
IND vs ENG 1st Test LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ , સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, કરુણ નાયર ,રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ , જસપ્રીત બુમરાહ , પ્રસિદ્ધ ક્રિષ્ના.
- Jun 20, 2025 15:07 IST
IND vs ENG 1st Test LIVE : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ ટેસ્ટ લીડ્સના હેડિંગ્લી ખાતે રમાઇ રહી છે.
- Jun 20, 2025 14:52 IST
IND vs ENG 1st Test LIVE : કેપ્ટનશિપ માટે શુભમન ગિલ તૈયાર
We are ready to compete 🤜🤛
Captain Shubman Gill takes guard 🔝 teamindia | engvind | @ShubmanGillpic.twitter.com/aTPiP26EJC— BCCI (@BCCI) June 20, 2025
- Jun 20, 2025 14:48 IST
IND vs ENG 1st Test LIVE : ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ, હેડિંગ્લે પિચ રિપોર્ટ
હેડિંગ્લી વિશ્વના શ્રેષ્ઠ ટેસ્ટ મેદાનોમાંથી એક છે. તે ઐતિહાસિક રીતે બેટિંગ માટે અનુકૂળ રહ્યું છે. પરંતુ સ્પિનરો ટેસ્ટના ઉત્તરાર્ધમાં ફાયદામાં રહે છે. જો પરિસ્થિતિ (હવામાન) અનુકૂળ હોય તો આ સપાટી પર ફાસ્ટ બોલરો પણ ઘાતક બની શકે છે.
- Jun 20, 2025 14:48 IST
IND vs ENG 1st Test LIVE : ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ હવામાન રિપોર્ટ
લીડ્સમાં હવામાન – જે યુનાઇટેડ કિંગડમના ઉત્તરી ગોળાર્ધમાં આવેલું છે અને આ મહિનાઓ દરમિયાન સામાન્ય રીતે ખૂબ ઠંડુ રહે છે. ટેસ્ટના પહેલા ત્રણ દિવસ દરમિયાન તડકો રહેવાની ધારણા છે, જેમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે. જોકે ટેસ્ટના છેલ્લા બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી ઘટી જશે, જેમાં થોડો વરસાદ પણ પડશે તેવી આગાહી છે.
- Jun 20, 2025 14:47 IST
IND vs ENG 1st Test LIVE : ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આજથી લીડ્સના હેડિંગ્લી ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે થશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગિલની આગેવાનીમાં યુવા ટીમની કસોટી થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us