/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ind-vs-Eng-1st-Test-Live-score-update-Day-2.jpg)
India vs England Score Updates, 1st Test, ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ બીજો દિવસ
Ind vs Eng 1st Test, India vs England Score Updates: ભારત સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડે વળતો પ્રહાર કર્યો છે. ભારતના પ્રથમ દાવમાં 471 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 49 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ હજુ 262 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. દિવસના અંતે ઓલી પોપ 100 અને હેરી બ્રુક ખાતું ખોલાયા વિના રમતમાં છે. ભારત તરફથી ત્રણેય વિકેટ બુમરાહે ઝડપી હતી.
ટીમ ઇન્ડિયા 471 રનમાં ઓલઆઉટ
શુભમન ગિલ 227 બોલમાં 19 ફોર અને 1 સિક્સર સાથે 147 રને શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ગિલ અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 209 રનની ભાગીદારી નોંધાઇ હતી. ઋષભ પંત 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન આઉટ થયો હતો. ભારતીય ટીમ 113 ઓવરમાં 471 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને જોશ ટંગે સૌથી વધારે 4-4 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ , સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર , ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ , જસપ્રીત બુમરાહ , પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ , બેન સ્ટોક્સ (કેપ્ટન), ક્રિસ વોક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.
- Jun 21, 2025 23:53 IST
IND vs ENG 1st Test LIVE : ઇંગ્લેન્ડના બીજા દિવસના અંતે 49 ઓવરમાં 3 વિકેટે 209 રન
ભારત સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડે વળતો પ્રહાર કર્યો છે. ભારતના પ્રથમ દાવમાં 471 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 49 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ હજુ 262 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. દિવસના અંતે ઓલી પોપ 100 અને હેરી બ્રુક ખાતું ખોલાયા વિના રમતમાં છે. ભારત તરફથી ત્રણેય વિકેટ બુમરાહે ઝડપી હતી.
- Jun 21, 2025 23:37 IST
IND vs ENG 1st Test LIVE : રુટ 28 રને આઉટ
જો રુટ 58 બોલમાં 2 ફોર સાથે 28 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. બુમરાહે ત્રીજી વિકેટ ઝડપી. ઇંગ્લેન્ડે 206 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jun 21, 2025 23:35 IST
IND vs ENG 1st Test LIVE : ઓલી પોપની સદી
ઓલી પોપે 125 બોલમાં 13 ફોર સાથે સદી ફટકારી. ઇંગ્લેન્ડે 45 ઓવરમાં 200 રન પુરા કર્યા.
- Jun 21, 2025 22:55 IST
IND vs ENG 1st Test LIVE : ઇંગ્લેન્ડના 150 રન
ઇંગ્લેન્ડે 37.2 ઓવરમાં 2 વિકેટે 150 રન પુરા કર્યા. ઓલી પોપ અને જો રુટ રમતમાં છે.
- Jun 21, 2025 22:09 IST
IND vs ENG 1st Test LIVE : ડકેટ 62 રને આઉટ
બેન ડકેટ 94 બોલમાં 9 ફોર સાથે 62 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો. ઇંગ્લેન્ડે 126 રને બીજી વિકેટ ગુમાવી.
- Jun 21, 2025 21:57 IST
IND vs ENG 1st Test LIVE : પોપની અડધી સદી
ઓલી પોપે 64 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી.
- Jun 21, 2025 21:19 IST
IND vs ENG 1st Test LIVE : બેન ડકેટની અડધી સદી
બેન ડકેટે 68 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી. ઇંગ્લેન્ડે 21.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Jun 21, 2025 20:24 IST
IND vs ENG 1st Test LIVE : ઇંગ્લેન્ડના 10 ઓવરમાં 1 વિકેટે 54 રન
ઇંગ્લેન્ડના 10 ઓવરમાં 1 વિકેટે 54 રન. બેન ડકેટ 27 અને ઓલી પોપ 22 રને રમતમાં છે.
- Jun 21, 2025 19:34 IST
IND vs ENG 1st Test LIVE : ઝેક ક્રોલીને બુમરાહે પ્રથમ ઓવરમાં આઉટ કર્યો
ઓપનર ઝેક ક્રોલીને બુમરાહે પ્રથમ ઓવરમાં આઉટ કર્યો છે. તેણે 6 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે 4 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી.
- Jun 21, 2025 18:48 IST
IND vs ENG 1st Test LIVE : ટીમ ઇન્ડિયા 471 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ 113 ઓવરમાં 471 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત તરફથી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને જોશ ટંગે સૌથી વધારે 4-4 વિકેટ ઝડપી હતી.
- Jun 21, 2025 18:30 IST
IND vs ENG 1st Test LIVE : જાડેજા 11 રને આઉટ
જસપ્રીત બુમરાહ ખાતું ખોલાયા વિના અને રવિન્દ્ર જાડેજા 15 બોલમાં 2 ફોર સાથે 11 રને જોશ ટંગનો શિકાર બન્યા. ભારતે 469 રને નવમી વિકેટ ગુમાવી.
- Jun 21, 2025 17:35 IST
IND vs ENG 1st Test LIVE : લંચ સમયે ભારતના 7 વિકેટે 454 રન
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ બીજા દિવસે ભારતે લંચ સમયે 108.4 ઓવરમાં 7 વિકેટે 454 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા રમતમાં છે. શાર્દુલ ઠાકુર 8 બોલમાં 1 રને સ્ટોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. સ્ટોક્સે ચોથી વિકેટ ઝડપી.
- Jun 21, 2025 17:30 IST
IND vs ENG 1st Test LIVE : ઋષભ પંત 134 રને આઉટ
ઋષભ પંત 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રને જોશ ટંગની ઓવરમાં એલબી આઉટ થયો. ભારતે 453 રને છઠ્ઠી વિકેટ ગુમાવી છે.
- Jun 21, 2025 17:18 IST
IND vs ENG 1st Test LIVE : કરુણ નાયર ખાતું ખોલાયા વિના આઉટ
કરુણ નાયર 4 બોલમાં ખાતું ખોલાયા વિના સ્ટોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 447 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jun 21, 2025 17:05 IST
IND vs ENG 1st Test LIVE : શુભમન ગિલ 147 રને આઉટ
શુભમન ગિલ 227 બોલમાં 19 ફોર અને 1 સિક્સર સાથે 147 રને શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 430 રને ચોથી વિકેટ ગુમાવી. ગિલ અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 209 રનની ભાગીદારી નોંધાઇ.
- Jun 21, 2025 16:46 IST
IND vs ENG 1st Test LIVE : ઋષભ પંતની સદી
ઋષભ પંતે 146 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી. પ્રથમ ટેસ્ટમાં ભારતની આ ત્રીજી સદી છે. આ પહેલા યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે સદી ફટકારી હતી.
- Jun 21, 2025 16:26 IST
IND vs ENG 1st Test LIVE : ભારતના 400 રન
ભારતે 95.5. ઓવરમાં 400 રન પુરા કર્યા. શુભમન ગિલ અને ઋષભ પંત રમતમાં છે. ભારતે બીજા દિવસની શરૂઆત 3 વિકેટે 359 રનથી કરી હતી.
- Jun 21, 2025 14:29 IST
IND vs ENG 1st Test LIVE : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારત બીજા દિવસે મોટો સ્કોર બનાવવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ દિવસના અંતે ભારતે પકડ મજબૂત બનાવી લીધી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 3 વિકેટે 359 રન બનાવી લીધા હતા. દિવસના અંતે શુભમન ગિલ 127 અને ઋષભ પંત 65 રને રમતમાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us