India vs England Day 4 : પ્રથમ ટેસ્ટ, ઇંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો પડકાર

India vs England Score Updates, 1st Test: કેએલ રાહુલના 247 બોલમાં 18 ફોર સાથે 137 રન. ઋષભ પંતના 140 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 118 રન

India vs England Score Updates, 1st Test: કેએલ રાહુલના 247 બોલમાં 18 ફોર સાથે 137 રન. ઋષભ પંતના 140 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 118 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs England Live cricket score update in Gujarati, ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ

India vs England Live Score Updates, 1st Test : ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ

Ind vs Eng 1st Test, India vs England Score Updates: કેએલ રાહુલ અને ઋષભ પંતની સદીની મદદથી ભારતે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે મજબૂત પકડ બનાવી છે. ભારતે જીતવા માટે આપેલા 371 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 6 ઓવરમાં વિના વિકેટે 21 રન બનાવી લીધા છે. ઝેક ક્રોલી 12 અને બેન ડકેટ 9 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ હજુ 350 રન પાછળ છે અને તેની 10 વિકેટો બાકી છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ , સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર , ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ , જસપ્રીત બુમરાહ , પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ , બેન સ્ટોક્સ (કેપ્ટન), ક્રિસ વોક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.

  • Jun 23, 2025 23:20 IST

    IND vs ENG 1st Test LIVE : ઇંગ્લેન્ડના ચોથા દિવસના અંતે વિના વિકેટે 21 રન

    કેએલ રાહુલ અને ઋષભ પંતની સદીની મદદથી ભારતે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે મજબૂત પકડ બનાવી છે. ભારતે જીતવા માટે આપેલા 371 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે 6 ઓવરમાં વિના વિકેટે 21 રન બનાવી લીધા છે. ઝેક ક્રોલી 12 અને બેન ડકેટ 9 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ હજુ 350 રન પાછળ છે અને તેની 10 વિકેટો બાકી છે.



  • Jun 23, 2025 22:30 IST

    IND vs ENG 1st Test LIVE : ભારત 364 રનમાં ઓલઆઉટ

    પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં ભારતીય ટીમ 96 ઓવરમાં 364 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો પડકાર મળ્યો છે. રવિન્દ્ર જાડેજા 40 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 25 રને અણનમ રહ્યો.



  • Advertisment
  • Jun 23, 2025 21:54 IST

    IND vs ENG 1st Test LIVE : ભારતે એક ઓવરમાં 3 વિકેટ ગુમાવી

    શાર્દુલ ઠાકુર 4, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ ખાતું ખોલાયા વિના જોશ ટંગનો શિકાર બન્યા. ભારતે એક ઓવરમાં 3 વિકેટ ગુમાવી.



  • Jun 23, 2025 21:53 IST

    IND vs ENG 1st Test LIVE : કરુણ નાયર 20 રને આઉટ

    કરુણ નાયર 54 બોલમાં 3 ફોર સાથે 20 રને ક્રિસ વોક્સની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 335 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Jun 23, 2025 21:24 IST

    IND vs ENG 1st Test LIVE : કેએલ રાહુલ 137 રને આઉટ

    કેએલ રાહુલ 247 બોલમાં 18 ફોર સાથે 137 રન બનાવી કાર્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 333 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Jun 23, 2025 20:45 IST

    IND vs ENG 1st Test LIVE : ભારતના 300 રન

    ભારતે 76.2 ઓવરમાં 300 રન પુરા કર્યા. કેએલ રાહુલ અને કરુણ નાયર રમતમાં છે.



  • Jun 23, 2025 20:00 IST

    IND vs ENG 1st Test LIVE : પંત 118 રને આઉટ

    ઋષભ પંત 140 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 118 રને શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 287 રને ચોથી વિકેટ ગુમાવી. પંતે 130 બોલમાં 100 રન પુરા કર્યા હતા.



  • Jun 23, 2025 19:18 IST

    IND vs ENG 1st Test LIVE : કેએલ રાહુલની સદી

    કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 202 બોલમાં 13 ફોર સાથે સદી ફટકારી. ભારતે 62 ઓવરમાં 3 વિકેટે 234 રન બનાવી લીધા છે.



  • Jun 23, 2025 19:00 IST

    IND vs ENG 1st Test LIVE : પંતની અડધી સદી

    ઋષભ પંતે 83 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 57.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.



  • Jun 23, 2025 17:37 IST

    IND vs ENG 1st Test LIVE : ભારતના લંચ સમયે 3 વિકેટે 153 રન

    બીજા દાવમાં ભારતે લંચ સમયે 48 ઓવરમાં 3 વિકેટે 153 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 72 અને ઋષભ પંત 31 રને રમતમાં છે.



  • Jun 23, 2025 15:57 IST

    IND vs ENG 1st Test LIVE : કેએલ રાહુલની અડધી સદી

    કેએલ રાહુલે 87 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 28.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Jun 23, 2025 15:39 IST

    IND vs ENG 1st Test LIVE : શુભમન ગિલ 8 રને આઉટ

    શુભમન ગિલ 16 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી કાર્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 92 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Jun 23, 2025 14:53 IST

    IND vs ENG 1st Test LIVE : ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ત્રીજા દિવસના અંતે ભારતે 23.5 ઓવરમાં 2 વિકેટે 90 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 47 અને શુભમન ગિલ 6 રને રમતમાં છે. ભારત ચોથો દિવસે મોટો સ્કોર કરવા પ્રયત્ન કરશે.



વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ shubman gill Rishabh pant ક્રિકેટ સ્પોર્ટ્સ