Ind vs Eng 1st Test, India vs England Score Updates : બેન ડકેટની સદી (149), ઝેલ ક્રોલી (65) અને જો રૂટની અણનમ અડધી સદીની (53) મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે આપેલા 371 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 82 ઓવરમાં 5 વિકેટે 373 રન બનાવી લીધા છે. પ્રથમ ટેસ્ટમાં ભારતને હરાવી ઇંગ્લેન્ડે ઇતિહાસ રચ્યો છે. 77 વર્ષ પછી અંતિમ દિવસે 350 રન ચેઝ થયા છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બન્ને વચ્ચે બીજી ટેસ્ટ 2 જુલાઇથી રમાશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ , સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર , ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ , જસપ્રીત બુમરાહ , પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઈંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ , બેન સ્ટોક્સ (કેપ્ટન), ક્રિસ વોક્સ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.





